________________
| અધ્યયન-૩: આહાર પરિક્ષા ,
[ ૧૦૧ ]
णाणारसा णाणाफासा णाणासंठाणसंठिया णाणाविहसरीरपोग्गलविउव्विया; ते जीवा कम्मोववण्णगा भवतीति मक्खायं । ભાવાર્થ:- શ્રી તીર્થકર દેવે કહ્યું છે કે કોઈ સત્ત–વનસ્પતિકાયિક જીવો પૃથ્વીયોનિક વૃક્ષમાં જ યોનિને પ્રાપ્ત થાય છે તે વૃક્ષમાં જ ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત થાય છે, વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષયોનિક વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને વૃક્ષમાં વૃદ્ધિને પ્રાપ્ત કરનારા જીવો પોતાના કર્મોને આધીન થઈને, કર્મોના ઉદયથી આકર્ષિત થઈને, ત્યાં જ વૃદ્ધિ પામીને વિવિધ યોનિવાળા પૃથ્વીયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે પૃથ્વીયોનિક વૃક્ષોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ શરીરનો આહાર કરે છે, વિવિધ પ્રકારના ત્રણ-સ્થાવર જીવોના શરીરોને અચેત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે. તે પૂર્વે ગ્રહણ કરેલા તથા ત્વચા દ્વારા ગ્રહણ થતાં આહારને પૂર્ણ રૂપે પરિણત કરે છે ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના આહાર કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષ કહેવાય છે.
તે વૃક્ષયોનિક વૃક્ષોના બીજા શરીરો વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા તથા વિવિધ સંસ્થાનથી સંસ્થિત હોય છે. તેમના વિવિધ પ્રકારના શરીર, પુદ્ગલોથી બનેલા હોય છે. તે જીવો પોત-પોતાના કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. | ४ अहावरं पुरक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा तज्जोणिया तस्संभवा तव्वक्कमा कम्मोवगा कम्मणियाणेण तत्थवक्कमा रुक्खजोणिएसु रुक्खेसु रुक्खत्ताए विउदृति । ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहरॆति,तेजीवा आहारैति पुढविसरीरं आउसरीरंतेउसरीरंवाउसरीरंवणस्सइसरीरं, णाणाविहाणं तस-थावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूवियकडं संतं सव्वप्पणत्ताए आहारं आहारैति। अवरे वि य णं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावण्णा जाव ते जीवा कम्मोववण्णगा भवंतीति मक्खायं । ભાવાર્થ :- શ્રી તીર્થકરદેવે કહ્યું છે કે કોઈ સત્ત્વ-વનસ્પતિકાયિક જીવો વૃક્ષયોનિક હોય છે, તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં જ સ્થિત થાય છે અને વૃક્ષમાં જ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. વૃક્ષમાં ઉત્પન્ન થનારા, તેમાં સ્થિત રહેનારા તથા તેમાં સંવૃદ્ધિ પામનારા વૃક્ષયોનિક જીવો કર્મોને આધીન થઈને, કર્મના ઉદયથી, ત્યાં જ વૃદ્ધિ પામીને વૃક્ષયોનિક વૃક્ષમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો વૃક્ષયોનિક વૃક્ષોની સ્નિગ્ધતાનો આહાર કરે છે. તે ઉપરાંત તે જીવ ક્રમશઃ વૃદ્ધિ પામતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને વનસ્પતિનાં શરીરોનો પણ આહાર કરે છે. તે વિવિધ પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચેત કરે છે, તે શરીરોનો નાશ(ખંડ-ખંડ) કરે છે. પૂર્વે ગ્રહણ કરેલા અને ત્વચા દ્વારા ગ્રહણ થતા આહારને પૂર્ણપણે પરિણત કરે છે, ત્યાર પછી તે પરિણત આહારને સર્વાત્મના ગ્રહણ કરે છે અર્થાત્ પોતાના શરીર રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોનાં વિવિધ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા બીજા શરીર(મૂળ, કંદ, અંધાદિ) હોય છે. તે જીવો કમોદય વશ વૃક્ષયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. | ५ अहावरं परक्खायं- इहेगइया सत्ता रुक्खजोणिया रुक्खसंभवा रुक्खवक्कमा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org