________________
| ७०
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
अगणिकाएणं ओसहीओ झामेइ जाव अण्णं पि झामतं समणुजाणइ । इति से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । शब्दार्थ :- वितिगिंछइ = वियार विमर्श याविना ४. ભાવાર્થ - કોઈ વ્યક્તિ પોતાના કુકૃત્યના ફળનો વિચાર કર્યા વિના જ ગૃહપતિ કે તેના પુત્રોના અનાજ આદિને પોતે આગ લગાવીને બાળે છે, તે બીજા પાસે બળાવે છે અથવા બાળનારાની અનુમોદના કરે છે. આ રીતે તે મહાપાપી જીવ યાવતુ જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ४२ से एगइओ णो वितिगिंछइ- गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टाण वा गोणाण वा घोडगाण वा गद्दभाण वा सयमेव घूराओ कप्पेइ, अण्णेण वि कप्पावेइ, अण्णं पि कप्पत समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ પોતાનાં દુષ્કર્મોના ફળનો વિચાર કર્યા વિના જ કોઈ ગૃહસ્થ કે તેના પુત્રોનાં ઊંટ, ગાય, ઘોડાં તથા ગધેડાં આદિ પશઓના જાંઘ આદિ અંગોપાંગને કાપે છે, બીજા પાસે કપાવે છે, અંગોપાંગ કાપનારની પ્રશંસા અને અનુમોદના કરે છે. ४३ से एगइओ णो वितिगिंछइ- गाहावईण वा गाहावइपुत्ताण वा उट्टसालाओ वा जाव गद्दभसालाओ वा कंटकबोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ जाव समणुजाणइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મોના પરિણામનો વિચાર કર્યા વિના જ ગૃહસ્થ કે તેના પુત્રોની ઉષ્ટ્રશાળા, ગૌશાળા, અશ્વશાળા કે ગદર્ભશાળાને કાંટાળી ઝાડી કે ડાળીઓથી ઢાંકીને આગ લગાવી તેને બાળે છે, બીજા પાસે બળાવે છે, બાળનારાની અનુમોદના કરે છે. ४४ से एगतिओ णो वितिगिंछइ- गाहावईण वा गाहावइपुत्ताण वा कुंडलं वा जाव मणि वा मोत्तिय वा सयमेव अवहरइ जाव समणुजाणइ, इति से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મોના ફળનો વિચાર કર્યા વિના જ ગૃહપતિ કે તેના પુત્રોના કુંડળ, મણિ કે મોતી વગેરેની ચોરી કરે છે, બીજા પાસે ચોરી કરાવે છે, ચોરી કરનારની અનુમોદના કરે છે. ४५ से एगतिओ णो वितिगिंछइ- समणाण वा माहणाण वा छत्तग वा दंडगं वा जाव चम्मच्छेयणगं वा चम्मकोसियं वा सयमेव अवहरइ जाव समणुजाणइ । इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ - કોઈ વ્યક્તિ પોતાના દુષ્કર્મોનાં ફળનો વિચાર કર્યા વિના જ શ્રમણાદિના દ્વેષી બનીને શ્રમણો કે બ્રાહ્મણોનાં છત્ર, દંડ યાવતુ ચર્મછેદનક તથા ચર્મકોશ વગેરે સાધનોનું સ્વયં અપહરણ કરે છે, બીજા પાસે અપહરણ કરાવે છે અને અપહરણ કરનારની અનુમોદના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org