________________
| અધ્યયન-૨: ફિયાસ્થાન
[ ક૭ ]
દઈને, તેનો વધ કરીને, તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३० से एगइओ मच्छियभावं पडिसंधाय मच्छं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ માછીમાર, માછલીઓને પકડવાનો ધંધો અપનાવીને માછલી કે અન્ય ત્રસ જળચર જીવોનું હનન, છેદન, ભેદન, તાડન આદિ કરીને તથા તેને અનેક પ્રકારની યાતના આપીને, તે જીવોનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३१ से एगइओ गोपालगभावं पडिसंधाय तमेव गोणं वा परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ વ્યક્તિ ગોપાલનનો ધંધો સ્વીકારીને તે ગાયો અથવા તેના વાછરડાંને ટોળામાંથી જુદાં પાડીને વારંવાર મારે, ભૂખ્યા રાખે, તેનું છેદન-ભેદન આદિ કરે, કસાઈને વેચે અથવા સ્વયં તેની હત્યા કરે અને તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३२ से एगइओ गोघायगभावं पडिसंधाय गोणं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ ગોવંશ ઘાતક–કસાઈનો ધંધો અપનાવીને ગાય, બળદ કે અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીનું હનન, છેદન, ભેદન, તાડન આદિ કરીને, તેને વિવિધ યાતનાઓ દઈને, તે જીવોનો વધ કરીને, તેનાથી પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. |३३ से एगइओ सोवणियभावं पडिसंधाय सुणगं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ - કોઈ પાપી જીવ કૂતરાઓ પકડીને, તેને પાળવાનો ધંધો અપનાવીને કૂતરાનું કે અન્ય કોઈ ત્રસ પ્રાણીનું હનન, છેદન, ભેદન, તાડન આદિ કરીને, તેને વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તે જીવોનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. ३४ से एगइओ सोवणियंतियभावं पडिसंधाय मणुस्सं वा अण्णयरं वा तसं पाणं हंता जाव आहारे आहारेइ, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ શિકારી કૂતરાઓ રાખીને ચાંડલ વૃત્તિ અપનાવીને ગામના અંતિમ છેડા પર રહે છે અને ત્યાંથી પસાર થતાં મનુષ્યો કે પ્રાણી પર શિકારી કૂતરાને છોડીને તેને કરડાવે છે, ફફડાવે છે, તેનું છેદન, ભેદન, તાડન આદિ કરીને, તેને વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તે જીવોનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org