________________
[
s ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- કોઈ પાપી જીવ ધનિકોના ઘરમાં બાકોરું પાડીને ધનહરણ કરવાની વૃત્તિ સ્વીકારીને, ધનિકોના ઘરમાં બાકોરું પાડી તેના પરિવારને મારપીટ કરીને, તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ જૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. | २५ से एगइओ गंठिच्छेदगभावं पडिसंधाय तमेव गंठिं छत्ता भेत्ता जाव इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી વ્યક્તિ ધનાઢયોના ધનની ગાંઠડી કાપવાનો ધંધો અપનાવીને ધનિકોની ગાંઠડી કાપે છે અર્થાત્ ખિસ્સા કાપે છે, તેનું હનન, છેદન, ભેદન, લેપન, વિલેપન અને ઉપદ્રવ કરીને તેને મારી નાંખીને તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે.
આ રીતે મહાપાપી જીવ દૂર પાપકર્મોથી પોતાની જાતને મહાપાપી રૂપે જગતમાં કુખ્યાત કરે છે. | २६ से एगइओ ओरब्भियभावं पडिसंधाय उरब्भं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । एसो अभिलावो सव्वत्थ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ ઘેટાઓને ચરાવવાનો ધંધો સ્વીકારીને, ઘેટાં અથવા અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીઓને મારપીટ કરીને, તેનું છેદન, ભેદન, તાડન આદિ કરીને તથા તેને પીડા ઉપજાવીને, તેની હત્યા કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. २७ से एगइओ सोयरियभावं पडिसंधाय महिसं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ સુવરોને પાળવાનો કે કસાઈનો ધંધો અપનાવી ભેંસ, સૂવર(ડુક્કર) કે બીજા ત્રસ પ્રાણીઓને મારપીટ કરીને, તેના અંગોના છેદન-ભેદન કરીને, વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તેનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. | २८ से एगइओ वागुरियभावं पडिसंधाय मियं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ શિકારનો ધંધો અપનાવીને મગ કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારીને, તેનું છેદન-ભેદન કરીને, વિવિધ પ્રકારે પીડા પહોંચાડીને, તેનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ રીતે મહાપાપી જીવ દૂર કર્મોથી પોતાની જાતને જગતમાં મહાપાપી રૂપે કુખ્યાત કરે છે. २९ से एगइओ साउणियभावं पडिसंधाय सउणिं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ । ભાવાર્થ :- કોઈ પાપી જીવ પક્ષીઓને જાળમાં ફસાવનાર પારધિ બનીને, પક્ષીઓને જાળમાં ફસાવીને, પક્ષી કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારીને, તેનાં અંગોનું છેદન-ભેદન કરીને, તેને વિવિધ યાતનાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org