________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન.
૧
|
वा पण्णवेति वा पण्णविस्संति वा, एवं चेव तेरसमं किरियाठाणं सेविंसु वा सेवंति વિતિ વા | શબ્દાર્થ - સત્તા = આત્મહિતને માટે રૂરિયામય = ઈર્ષા સમિતિથી યુક્ત મળમુત્ત = મનોપ્તિથી યુક્ત રંજિયસ = ગુખેન્દ્રિય, ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર આરd = ઉપયોગપૂર્વક વહુપટ્ટાવાયવ = આંખનો પલકારો મારતા થકા પણ વેમાથી = વિમાત્રા-વિવિધ માત્રાવાળી સુહુમા = સૂમ વતી = બદ્ધ પુઠ્ઠા = સ્પષ્ટ વ = વેદિત કવરિયા = ઉદીરિત
ઉ UST = નિર્જીર્ણ. નિર્જરેલા અમ્મા = અકર્મ. ભાવાર્થ :- ત્યાર પછી તેરમું ઐયપથિક ક્રિયાસ્થાન કહેવાય છે. આ જગતમાં જે વ્યક્તિ પોતાના આત્મભાવોની અનુભૂતિ માટે સમસ્ત પરભાવ કે પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થયા છે તથા ગૃહસ્થપણાને છોડીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા છે, જે ગમનાગમનમાં યતનારૂપ ઈર્યાસમિતિ, સાવધભાષાના ત્યાગરૂપ ભાષા સમિતિ, નિર્દોષ આહાર પાણીને ગ્રહણ કરવા રૂપ એષણા સમિતિ, વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને વિવેકપૂર્વક ગ્રહણ કરવા અને મૂકવા રૂપ આદાનભંડ-માત્ર-નિક્ષેપ-સમિતિ, મળ-મૂત્રાદિ શરીરની અશુચિના વિવેકપૂર્વક ત્યાગ કરવા રૂપ ઉચ્ચાર-પ્રસવણ-ખેલ-જલ્લ-સિંઘાણ-પરિસ્થાપનિકા સમિતિ અર્થાત્ પરઠવવાની સમિતિ, મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ મનસમિતિ, વચન સમિતિ અને કાયસમિતિ, આ આઠે પ્રકારની સમિતિઓથી યુક્ત, મન, વચન, કાયાને વશમાં રાખવા રૂપ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, આ ત્રણે ગુપ્તિઓથી ગુખ, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી છે, જે ઉપયોગ પૂર્વક ગમન કરે છે, ઉપયોગ પૂર્વક ઊભા થાય છે, ઉપયોગપૂર્વક બેસે છે, ઉપયોગસહિત(પડખું) બદલે છે, ઉપયોગ પૂર્વક ભોજન કરે છે, ઉપયોગ પૂર્વક બોલે છે, ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન આદિને ગ્રહણ કરે છે અને ઉપયોગ પૂર્વક જ તેને મૂકે છે. ત્યાં સુધી કે આંખની પાંપણો પણ ઉપયોગ પૂર્વક ઉઘાડ-બંધ કરે છે.
આવા પૂર્વોક્ત ગુણસંપન્ન સાધુ વિવિધ પ્રકારે સૂમ ઐર્યાપથિકી નામની ક્રિયા કરે છે. તે ઐર્યાપથિકી ક્રિયાના પ્રથમ સમયમાં બંધ અને સ્પર્શ, દ્વિતીય સમયમાં તેનું વેદના અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થાય છે. આ રીતે ઐર્યાપથિકી ક્રિયા સ્થાનના નિમિત્તથી બંધાતા કર્મો ક્રમશઃ બદ્ધ, સ્પષ્ટ, ઉદીરિત, વેદિત અને નિર્જીર્ણ થાય છે ત્યાર પછી તે અકસ્મતાને પ્રાપ્ત થાય છે.
આ રીતે વીતરાગ પુરુષની પૂર્વોક્ત ઔર્યાપથિક ક્રિયા નિરવ હોય છે. તેને પાપ કર્મોનો બંધ થતો નથી. આ તેરમું ઐર્યાપથિક ક્રિયાસ્થાન છે.
શ્રી સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે ભૂતકાળમાં જે તીર્થકરો થઈ ગયા છે, વર્તમાન કાળમાં જેટલા તીર્થકરો છે અને ભવિષ્યમાં જે તીર્થકરો થશે, તે સર્વ તીર્થકરોએ આ તેર ક્રિયાસ્થાનનું કથન કર્યું છે, કરે છે અને કરશે. આ તેર ક્રિયાસ્થાનોની પ્રરૂપણા કરી હતી, પ્રરૂપણા કરે છે, પ્રરૂપણા કરશે અને વીતરાગપણામાં આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છે, સેવન કરે છે અને સેવન કરશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઐર્યાપથિક ક્રિયાસ્થાન અને તેનાથી થતાં કર્મબંધનનું નિરૂપણ છે. ફરિયાવહિા - સર્વત્ર ઉપયુક્ત(ઉપયોગવાન) અકષાયી–વીતરાગી પુરુષના મન, વચન, કાયાથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org