________________
| અધ્યયન-૨: ક્રિયાસ્થાન
૫૯ ]
ण उद्दवेयव्वो अण्णे उद्दवेयव्वा, एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा जाव वासाइं चउपंचमाइं छहसमाई अप्पयरो वा भुज्जयरो वा भुंजित्तु भोगभोगाई कालमासे काल किच्चा अण्णयरेसु आसुरिएसु किव्विसिएसु ठाणेसु उववत्तारो भवंति, तओ विप्पमुच्चमाणा भुज्जो-भुज्जो एलमूयत्ताए [तमूयत्ताए जाइमूयत्ताए] पच्चायति, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । दुवालसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिए।
इच्चेयाई दुवालस किरियाठाणाई दविएणं समजेणं वा माहणेण वा सम्म सुपरिजाणियव्वाइं भवइ । શબ્દાર્થ – મરણિયા = અરણ્યક, વનવાસી માવદિયા = આવસયિક-ઝૂંપડી બનાવીને નિવાસ કરનારા મતિયા = ગામની નજીક રહેનારા દુલિય = રહસ્યમય સાધના કરનારા દુરંગયાબહુસંયમી વસ્તુપાવરયા = બહુપ્રતિવિરત-હિંસાથી નિવૃત્ત સન્થાનોમાઠું = સત્યમૃષા અન્નાયબ્બો આજ્ઞાપનીય-આજ્ઞા આપવા યોગ્ય રબ્બો = દાસ થવા યોગ્ય પરિતાબ્દો = પરિતાપ આપવા યોગ્ય ૩યબ્બો = ઉપદ્રવ કરવા યોગ્ય ગણુરિપતું = અસુર લોકમાંવિબ્રિલિપણુ = કિલ્વિષિકદેવોમાં પત્નસૂયા = બકરાની જેમ મૂંગો. ભાવાર્થ :- ત્યાર પછી બારમું લોભ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, તે આ પ્રમાણે છે- વનમાં નિવાસ કરનારા, કુટિર બનાવીને રહેનારા, ગામની નજીક ડેરા નાખીને રહેનારા, એકાંત સ્થાનમાં છપાઈને રહેનારા તે વનવાસી આદિ સંયમી હોતા નથી, તેઓ પાપકારી પ્રવૃત્તિથી વિરતા નથી, તે પ્રાણ-ભૂત જીવ અને સત્વની હિંસાથી નિવૃત્ત હોતા નથી. તે હંમેશાં મિશ્ર ભાષાનો પ્રયોગ કરે છે, જેમ કે- હું બ્રાહ્મણ કે તાપસ છું, તેથી અપરાધી હોવા છતાં હું વધુ યોગ્ય નથી, આ શુદ્રાદિ ચાબૂક, દંડાદિથી મારવા યોગ્ય છે. હું વર્ણમાં ઉત્તમ બ્રાહ્મણવર્ણીય હોવાથી આજ્ઞામાં રહેવા યોગ્ય નથી, પરંતુ બીજા શુદ્રવર્ણીય મનુષ્યો આજ્ઞામાં રહેવા યોગ્ય છે. હું દાસી-દાસ આદિ રૂપે ખરીદીને પરિગ્રહણ કરવા યોગ્ય અથવા નિગ્રહ કરવા યોગ્ય નથી, બીજા શુદ્રાદિ વર્ષીય મનુષ્યો પરિગ્રહણ કે નિગ્રહ કરવા યોગ્ય છે. હું સંતાપ દેવા યોગ્ય નથી, પરંતુ અન્ય જીવો સંતાપ દેવા યોગ્ય છે. હું ઉપદ્રવ કરવા યોગ્ય નથી, બીજા પ્રાણી ઉપદ્રવ કરવા યોગ્ય છે.
આ રીતે પરમાર્થથી અનભિજ્ઞ તે લોભી સ્વાર્થી લોકો, સ્ત્રીઓ અને શબ્દાદિ કામભોગમાં મૂચ્છિત, આસક્ત, સતત વિષયભોગમાં વૃદ્ધ, ગહિત અને લીન રહે છે.
તે ચાર, પાંચ, છ અથવા દસ વર્ષ સુધી અલ્પ કે અધિક કામભોગનો ભોગવટો કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને અસુરલોકમાં કિલ્વિષી દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે આસુરી યોનિમાંથી આયુક્ષય થવાથી મનુષ્ય જન્મ પામે, તો પણ તે બકરાની જેમ મૂકપણાને પ્રાપ્ત થાય છે. (જન્માંધ–દ્રવ્યથી અંધ તથા ભાવથી અજ્ઞાનાંધને પ્રાપ્ત થાય છે.) આ રીતે લોભના નિમિત્તે તે જીવ પાપ કર્મોનો બંધ કરે છે. આ બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન છે.
આ પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનો મોક્ષગમન યોગ્ય ભવી જીવોએ, શ્રમણો અને માતણોએ સમ્યક પ્રકારે જાણવા જોઈએ અને ત્યાર પછી તેનો ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org