________________
૫૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
પૂછવામાં આવે ત્યારે વાચાળતાવશ બીજી વાતનું વ્યાખ્યાન કરવા લાગે છે.
જેમ કોઈ યુદ્ધમાંથી પલાયન થયેલ પુરુષના અંતરમાં તીર કે તીક્ષ્ણ કાંટો ધૂસી ગયો હોય, તે પુરુષ તે શૂળને કાઢતો નથી કે બીજા પાસે કઢાવતો નથી અને તે શલ્યનો નાશ પણ કરતો નથી, નિમ્પ્રયોજન જ તેને છુપાવે છે અને તેની વેદનાથી અંદર અંદર પીડા સહન કર્યા કરે છે, તેમ માયાવી વ્યક્તિ પણ માયા કપટ કરીને આલોચના કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, આત્મસાક્ષીથી નિંદા કે ગુરુજનો સમક્ષ તેની ગહ કરતા નથી, પ્રાયશ્ચિત્ત આદિ ઉપાયોથી તેનું નિવારણ કરતા નથી અને તેની શુદ્ધિ કરતા નથી, તેને પુનઃ ન કરવા માટે પ્રયત્ન પણ કરતા નથી તથા તે પાપકર્મને અનુરૂપ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો પણ સ્વીકાર કરતા નથી.
આવા માયાવી પુરુષો આ લોકમાં અને પરલોકમાં પણ પુનઃ પુનઃ જન્મ મરણ કરતાં દુઃખ ભોગવે છે, તે બીજાની નિંદા કરે છે, પોતાની પ્રસંશા કરે છે, તે માયાચારપૂર્વકના અનુષ્ઠાનો કરે છે, માયા-કપટ સહિતના દુષ્કૃત્યોથી નિવૃત્ત થતા નથી. પ્રાણીઓની હિંસા કરીને પણ તેને છુપાવે છે. તે માયાવી પુરુષ અશુભલેશ્યાવાળા હોય છે.
તે માયાવી પુરુષ માયા-કપટના નિમિત્તે પાપકર્મોનો બંધ કરે છે. આ અગિયારમું માયાપ્રત્યયિક નામનું ક્રિયા સ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માયાપ્રત્યયિક ક્રિયાસ્થાનનું સ્વરૂપ તથા તેના પરિણામનું નિરૂપણ છે. માયાવત્તિt:- પરવશ્વનદ્વિત ર0ો મર્યો પ્રત્યય: I બીજાને છેતરવાની બુદ્ધિ તે માયા છે. માયાના નિમિત્તે થતી પ્રવૃત્તિ માયાપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. આ સૂત્રમાં માયાવી પુરુષની માયાયુક્ત વિવિધ ક્રિયાઓનું નિરૂપણ છે.
તે માયાવી પુરુષ પોતાના દોષોને છુપાવવા માટે, પોતાની વાસ્તવિકતા પ્રગટ ન કરવા માટે અવનવા પ્રયોગ કરે છે. તે કુશળતાપૂર્વકના વચન પ્રયોગ કરે, મનના મલિન ભાવોને છુપાવીને સારા આચરણનો દેખાવ કરે, તુચ્છ વૃત્તિ હોવા છતાં ઉદારતાનું પ્રદર્શન કરે, હિંસાદિ પાપ પ્રવૃત્તિને હંમેશાં છુપાવ્યાં કરે. આ રીતે ગમે તેમ કરીને લોકમાં પોતાની પ્રખ્યાતિ કે પ્રશંસા થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
માયાને એક પ્રકારનું શલ્ય કહ્યું છે. તેવા માયાવી પુરુષ કદાચ માયા પૂર્વકના આચરણથી લોકમાં પ્રખ્યાતિ પામે પરંતુ અંદર શલ્ય ખૂંચેલું હોવાથી તે કદાપિ શાંતિ કે સમાધિ પામી શકતો નથી.
માયા કપટના ભાવોથી તે દોષની આલોચના, નિંદા, ગહ કે પ્રાયશ્ચિત્ત કરી શકતો નથી, તેથી આ લોકમાં અને ભવ ભવાંતરમાં માયાના દુષ્પરિણામને ભોગવે છે. બારમું ક્રિયાસ્થાન : લોભ પ્રત્યચિક:|१७ अहावरे बारसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिज्जइ, तं जहा- जे इमे भवंति आरण्णिया आवसहिया गामंतिया कण्हुईरहस्सिया, णो बहुसंजया, णो बहुपडिविरया सव्वपाण-भूय-जीव-सत्तेहिं; ते सच्चामोसाइं एवं विउति- अहं ण हंतव्वो अण्णे हंतव्वा, अहं ण अज्जावेयव्वो अण्णे अज्जावेयव्वा, अहं ण परिघेत्तव्वो अण्णे परिघेत्तव्वा, अहं ण परितावेयव्वो अण्णे परितावेयव्वा, अहं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org