________________
[ પ
]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
દસમું ક્રિયાસ્થાન: મિત્રદોષપ્રત્યચિક:|१५ अहावरे दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे माईहिं वा पिईहिं वा भाईहिं वा भगिणीहिं वा भज्जाहिं वा धूयाहिं वा पुत्तेहिं वा सुण्हाहिं वा सद्धिं संवसमाणे तेसिं अण्णयरंसि अहालहुगंसि अवराहसि सयमेव गरुयं दंड णिवत्तेइ, तं जहा- सीओदग-वियडंसि वा कायं उबोडित्ता भवइ; उसिणोदगवियडेण वा काय ओसिंचित्ता भवइ; अगणिकाएण वा काय उद्दहित्ता भवइ; जोत्तेण वा वेत्तेण वा णेत्तेण वा तयाए वा कसेण वा छिवाए वा लयाए वा अण्णयरेण वा दवरएण पासाई उद्दालित्ता भवइ; दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेण वा कायं आउट्टित्ता भवइ । तहप्पगारे पुरिसजाए संवसमाणे दुम्मणा भवति, पवसमाणे सुमणा भवति, तहप्पगारे पुरिसजाए दंडपासी, दंडगुरुए, दंडपुरक्कडे, अहिए इमसि लोगसि, अहिए परंसि लोगसि, संजलणे, कोहणे, पिट्टिमंसि यावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावज त्ति आहिज्जइ । दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिए । શબ્દાર્થ :- મિત્તલોત્તર = મિત્ર દોષ પ્રત્યયિક ગણાહુતિ અવરાતિ = કોઈ નાનો એવો અપરાધ થઈ જવા પર ગર્ચ= ભારે શિવ = આપે છે જીગોવિયસ = ઠંડા પાણીમાં ૩ોહિત્તાક ડૂબાડે છે ઓલિંપિત્તા = સિંચન કરે છે સત્તા = બાળે છે સરિતા = ઉખેડી નાખે છે તેનુ = ઢેફાથી જવાબ = ઠીકરાથી વંડા = ભારે દંડ દેનાર લંડ પુર = દંડને આગળ રાખનાર ઉમિતિ = ચુગલીખોર, પરોક્ષમાં નિંદા કરનાર. ભાવાર્થ :- ત્યાર પછી દસમું મિત્ર દોષપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કોઈ પુરુષ માતા, પિતા, ભાઈઓ, બહેનો, પત્ની, કન્યાઓ, પુત્રો અથવા પુત્રવધૂઓ સાથે રહેતો હોય તે સ્વજનોથી કોઈ નાનો એવો અપરાધ થઈ જાય, તો સ્વયં તે સ્વજનોને ભારે દંડ આપે છે, તે આ પ્રમાણે છે– અત્યંત ઠંડા પાણીમાં તેને ડૂબાડે છે; અત્યંત ઉકળતું પાણી તેના ઉપર છાંટે છે, આગથી ગરમ ડામ દે છે તથા જોતરથી, નેતરથી, છડીથી, ચામડાની ચાબુકથી અથવા કોઈ પણ જાતની રસ્સીથી પ્રહાર કરીને તેની પીઠની ચામડી ઉતરડી નાખે છે; દંડાથી, હાડકાંથી, મુક્કાથી, ઢેફાથી, ઠીકરા કે પથ્થરથી મારી મારીને તેનું શરીર ઢીલું કરી નાખે છે, આવા અતિક્રોધી પુરુષ સાથે રહેવાથી તેના પારિવારિકજનો દુઃખી રહે છે, તે પુરુષના પરદેશગમનથી પારિવારિકજનો સુખી રહે છે. જે હંમેશાં પોતાની પાસે દંડો રાખે છે, થોડા અપરાધમાં ભારે દંડ આપે છે, દરેક વાતમાં દંડને આગળ રાખીને વાત કરે છે, તેવા પુરુષ આ લોકમાં, પોતાનું અહિત કરે છે અને પરલોકમાં પણ પોતાનું અહિત કરે છે. તે પ્રતિક્ષણ ઈર્ષ્યાથી બળતો રહે છે, વાત વાતમાં ક્રોધ કરે છે, પીઠ પાછળ બીજાની નિંદા કરે છે અથવા ચાડી ખાય છે.
આ રીતે તે વ્યક્તિ મિત્ર આદિ સ્વજનોને મહાદંડ આપવાના નિમિત્તે પાપકર્મોના બંધ કરે છે. આ દસમું ‘મિત્રદોષ પ્રત્યયિક’ ક્રિયાસ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org