________________
અધ્યયન-૨: ફિયાસ્થાન
[ પ
]
નવમું ક્રિયાસ્થાન: માનપ્રત્યયિકઃ१४ अहावरे णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे जाइमएण वा कुलमएण वा बलमएण वा रूवमएण वा तवमएण वा सुयमएण वा लाभमएण वा इस्सरियमएण वा पण्णमएण वा अण्णयरेण वा मयट्ठाणेणं मत्ते समाणे परं हीलेइ णिंदेइ खिसइ गरहइ परिभवइ अवमण्णइ, इत्तरिए अयं, अहमंसि पुण विसिट्ठजाइकुलबलाइगुणोववेए एवं अप्पाणं समुक्कसे, देहा चुए कम्मबिइए अवसे पयाइ,तं जहा- गब्भाओगब्भं, जम्माओ जम्म, माराओ मारं, णरगाओ णरगं, चंडे थद्धे चवले माणी यावि भवइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ, णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिए । શબ્દાર્થ :- માવત્તિ = માનપ્રત્યયિક ÍરિયHU = ઐશ્વર્યમદથી પUUUM = પ્રજ્ઞા, બુદ્ધિના મદથી મયાા = મદસ્થાનથી રિકવર્ = તિરસ્કાર કરે છે અવમvણ = અવજ્ઞા કરે છેfસદ્દગાર ગુરુનાવનારોવવે = વિશિષ્ટ જાતિ, કુલ, બલ આદિ ગુણોથી યુક્ત સમુવસે = ઉત્કૃષ્ટ માને છે
માણો = એક ગર્ભથી ક = બીજા ગર્ભને કે = ચંડ, ક્રોધી થ = સ્તબ્ધ-અભિમાની વવસે ચપળ. ભાવાર્થ :- ત્યાર પછીનું નવમું માનપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કે– જાતિમદ, કુળમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ, ઐશ્વર્યમદ અને પ્રજ્ઞામદ, આ આઠ મદસ્થાનમાંથી કોઈ એક મદ સ્થાનથી મત્ત થયેલી વ્યક્તિ બીજી વ્યક્તિની અવહેલના(અવજ્ઞા) કરે છે, નિંદા કરે છે, તેને તરછોડે છે, ધૃણા કરે છે, ગર્તા કરે છે, બીજાનો પરાભવ કરે છે, અપમાન કરે છે. આ વ્યક્તિ હીન છે, હું વિશિષ્ટ જાતિ, કુળ, બળ, આદિ ગુણોથી સંપન્ન છું, આ પ્રકારે ગર્વ કરે છે.
તે જાતિ આદિ મદથી ઉન્મત્ત પુરુષ આયુષ્ય પૂર્ણ થતાં આ શરીરને અહીં જ છોડીને કર્મ માત્રને સાથે લઈને પરવશપણે પરલોકમાં જાય છે. ત્યાં તે એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને પ્રાપ્ત કરે છે. તે ભયંકર ક્રોધી, અતિ રૌદ્રસ્વરૂપી નમ્રતા રહિત, ચપળ અને અતિમાની તે જીવ અભિમાનના નિમિત્તે પાપકર્મોનો બંધ કરે છે. આ નવમું માનપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં માનપ્રત્યયિક ક્રિયાસ્થાનને સમજાવ્યું છે. માવત્તિપ:- જાતિ આદિ આઠ પ્રકારના મદમાંથી કોઈ એક કે અનેક મદસ્થાનોમાં ઉન્મત્ત બનેલો જીવ વિવિધ પ્રકારે પોતાનું અભિમાન પ્રગટ કરે છે. તે જીવ બીજાની અવજ્ઞા, નિંદા, ધૃણા, પરાભવ, અપમાન આદિ કરે છે તથા બીજાને જાતિ આદિથી હીન તથા પોતાને ઉત્કૃષ્ટ સમજે છે. માનજન્ય દુષ્કર્મ બંધના પરિણામે તે જીવ ચિરકાળ સુધી જન્મ-મરણના ચક્રમાં ભ્રમણ કરે છે. આ રીતે માનપ્રત્યયિક ક્રિયાસ્થાનનો આધાર આઠ પ્રકારના મદ સ્થાનો છે. તેનું પ્રગટીકરણ અન્યની અવહેલના, નિંદા તથા આત્મપ્રશંસા દ્વારા થાય છે અને તેના પરિણામે તે જીવ દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org