________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
કોઈ ઘાસ કાપવાની ઇચ્છાથી ચલાવેલા ઓજાર દ્વારા અન્ય છોડ કપાઈ જાય, તો તે અકસ્માત્ દંડ છે. પાંચમું ક્રિયાસ્થાન : દૃષ્ટિ વિપર્યાસદંડ પ્રત્યયિક :
९ अहावरे पंचमे दंडसमादाणे दिट्ठीविपरियासियादंडे त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे माईहिं वा पिईहिं वा भाईहिं वा भगिणीहिं वा भज्जाहिं वा पुत्तेहिं वा धूयाहिं वा सुण्हाहिं वा सद्धिं संवसमाणे मित्तं अमित्तमिति मण्णमाणे मित् हयपुव्वे भवइ दिट्ठीविप्परियासियादंडे ।
પર
ભાવાર્થ :- ત્યાર પછી પાંચમું દષ્ટિ વિપર્યાસદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે, જેમ કે– કોઈ વ્યક્તિ પોતાનાં માતા, પિતા, ભાઈઓ, બહેનો, સ્ત્રી, પુત્રો, પુત્રીઓ અને પુત્રવધૂઓની સાથે નિવાસ કરતા, તે પોતાના મિત્રને શત્રુ સમજીને મારી નાંખે, તો તે દૃષ્ટિવિપર્યાસદંડ છે.
१० से हाणामए वा केइ पुरिसे गामघायंसि वा नगरघायंसि वा खेडघायंसि कब्बडघायंसि मडंबघायंसि वा दोणमुहघायंसि वा पट्टणघायंसि वा आसमघायंसि वा सण्णिवेसघायंसि वा णिगमघायंसि वा रायहाणिघायंसि वा अतेणं तेणमिति मण्णमाणे अतेणे हयपुव्वे भवइ, दिट्ठीविपरियासियादंडे, एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । पंचमे दंडसमादाणे दिट्ठीविप्परियासियादंडे त्ति आहिए । શબ્દાર્થ :- ગામ = ગ્રામ. વાડથી વીંટાયેલો પ્રદેશ ખર્ = નગર–જ્યાં કોઈ કરવેરા ન લેવાય તે પ્રદેશ. ઘેડ = ખેટ, ધૂળના કોટથી યુક્ત સ્થાન. ગ્લેંડ = કર્બટ, નાનું નગર મડવ = અઢી ગાઉ સુધી વચ્ચે બીજું ગામ ન હોય તેવું સ્થાન લોળમુહ = દ્રોણમુખ, જલ અને સ્થલ માર્ગથી યુક્ત સ્થાન પટ્ટ = સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય તે સ્થાન આલમ = આશ્રમ, તાપસોનું નિવાસ સ્થાન મળિવેલ = મુખ્ય વ્યાપારી રહેતા હોય તે સ્થાન બિનમ = ઘણા વણિકોથી યુક્ત સ્થાન રૉયહાખિ = રાજધાની તેનેં = ચોર મતેનેં = ચોરી ન કરનાર વ્યક્તિ, શાહુકાર.
ભાવાર્થ:- જેમ કોઈ પુરુષ ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંનિવેશ,નિગમ અથવા રાજધાનીનો ઘાત થતો હોય ત્યારે અર્થાત્ રાજધાની આદિ પર શત્રુઓ હુમલો કરતા હોય, ત્યારે
કોઈ ચોરથી ભિન્ન અચોરને ચોર સમજીને મારી નાંખે તો તે દૃષ્ટિવિપર્યાસદંડ કહેવાય છે.
આ રીતે દષ્ટિ ભ્રમથી જે હિંસાદિ થાય, તે દૃષ્ટિવિપર્યાસદંડ છે. તે વ્યક્તિ દષ્ટિવિપર્યાસના નિમિત્તે સાવધ કર્મબંધ કરે છે. આ દૃષ્ટિવિપર્યાસ દંડપ્રત્યયિક નામનું પાંચમું ક્રિયાસ્થાન છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દષ્ટિવિપર્યાસ દંડને બે દષ્ટાંતો દ્વારા સમજાવ્યો છે.
વિકીવિપરિયા લવન્ડ :– દૃષ્ટિભ્રમ, દૃષ્ટિની વિપરીતતાને દષ્ટિ વિપર્યાસ કહેવાય છે. તેના નિમિત્તથી જે હિંસાદિ પાપપ્રવૃત્તિનું સેવન થાય, તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે, જેમ કે– (૧) મિત્રમમિત્રેવ મન્યમાનઃ મિત્ર હતપૂર્યો મવતીતિ દૃષ્ટિવિપર્યાસ′: । હિતૈષી પારિવારિકજનમાંથી કોઈને ભ્રમવશ શત્રુ માનીને દંડ દેવો, (૨) ગામ, નગર આદિમાં કોઈ ઉપદ્રવના સમયે ચોર, હત્યારા આદિ દંડનીય વ્યક્તિને
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org