________________
૨૦ |
e
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સૂત્રકારે ત્રણ-સ્થાવર જીવોની હિંસાના પ્રયોજનોનું નિષેધાત્મક રૂપે કથન કર્યું છે. તે જ રીતે અસત્ય, ચોરી, આદિ કોઈ પણ પાપપ્રવૃત્તિનું નિમ્પ્રયોજન સેવન થાય, તે અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન છે. જે વ્યક્તિને કર્મબંધ અને તેના પરિણામનો કોઈ વિચાર નથી તે વ્યક્તિ જ નિરર્થક પાપપ્રવૃત્તિનું સેવન કરે છે. ત્રીજુ ક્રિયાસ્થાન: હિંસાદંડ પ્રત્યયિક:|६ अहावरे तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति आहिज्जइ । से जहाणामए केइ पुरिसे ममं वा ममि वा अण्णं वा अण्णियं वा हिंसिंसु वा हिंसंति हिंसिस्संति वा तं दंडं तस-थावरेहिं पाणेहिं सयमेव णिसिरइ, अण्णेण वि णिसिरावेइ, अण्णं पि णिसिरंत समणुजाणइ-हिंसादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति आहिए । ભાવાર્થ :- ત્યાર પછી ત્રીજે ક્રિયાસ્થાન હિંસાદંડપ્રત્યયિક કહેવાય છે, જેમ કે કોઈ પુરુષ આ પ્રમાણે વિચારે કે આ ત્રસ કે સ્થાવર જીવે મને, મારા સંબંધીને, બીજાને અથવા બીજાના સંબંધીને માર્યું હતું, મારે છે અથવા મારશે, એવું સમજીને તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓની સ્વયં હિંસા કરે, બીજા પાસે હિંસા કરાવે અથવા હિંસા કરનાર પુરુષની અનુમોદના કરે, તેને હિંસારૂ૫ દંડ આપે તો તે વ્યક્તિને હિંસાના નિમિત્તે સાવધકર્મનો બંધ થાય છે. આ હિંસાદંડપ્રત્યયિક નામનું ત્રીજું ક્રિયાસ્થાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હિંસા દંડપ્રત્યયિક ક્રિયાસ્થાનનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. હિંસાદંડ પ્રત્યયિકકિયાસ્થાન -
, યુપર્વ તથા, સૈવ વા બ્લોહિસા ખ્વકા જીવના દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનું મર્દન કરવું, તે હિંસાદંડ છે. હિંસા પ્રત્યયિકદંડ વૈકાલિક તથા કૃત, કારિત અને અનુમોદિત ત્રણે પ્રકારથી થાય છે, જેમ કે– (૧) કોઈ વ્યક્તિ પોતાના સંબંધીની હત્યાનો બદલો લેવા માટે ક્રોધિત થઈને સંબંધિત વ્યક્તિને મારી નાખે, જેમ કે- પરશુરામે પોતાના પિતાની હત્યા કરનારને મારી નાંખ્યો હતો . (૨) કેટલીક વ્યક્તિઓ વર્તમાનમાં કોઈ વ્યક્તિ બીજાને મારી રહી હોય, તો તેને મારવા માટે તેના પર તૂટી પડે છે. (૩) ભવિષ્યમાં મારી હત્યા કરશે, આવી આશંકાથી કોઈ વ્યક્તિ સંબંધિત વ્યક્તિને મારે કે મરાવી નાખે છે, જેમ કે કંસે દેવકીના પુત્રોને મરાવી નાખવાનો ઉપક્રમ કર્યો હતો. સિંહ, સર્પ કે વીંછી આદિ પ્રાણીઓ જીવતાં રહેશે તો મને કે અન્ય પ્રાણીઓને મારશે એમ વિચારીને તે હિંસક પ્રાણીઓની કોઈ હિંસા કરે છે. આ રીતે ભૂતકાળના વેરને યાદ કરીને, વર્તમાનના વેરને સતત નજર સમક્ષ રાખીને અને ભવિષ્યની શત્રુતાની આશંકાથી જીવોની હિંસા કરવામાં આવે છે. તે હિંસા કર્મબંધનું કારણ હોવાથી હિંસાદંડપ્રચયિક ક્રિયાસ્થાન કહેવાય છે. ચોથું ક્રિયાસ્થાન : અકસ્માત્ દંડ પ્રત્યયિકઃ| ७ अहावरे चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिए आहिज्जइ । से जहाणामए केइ पुरिसे कच्छंसि वा जाव पव्वयविदुग्गंसि वा मियवित्तिए मियसंकप्पे मियणिहाणे मियवहाए गंता एते मिय ति काउं अण्णयरस्स मियस्स वहाए उसु आयामेत्ता णं णिसिरेज्जा, से मियं वहिस्सामि त्ति कटु तित्तिरं वा वट्टगं वा चडगं वा लावगं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org