________________
શ્રી સૂચગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
સુખ-દુઃખનું વેદન કરે છે, તે જીવોમાં આ તેર પ્રકારનાં ક્રિયાસ્થાન અવશ્ય હોય છે, એવું શ્રી તીર્થંકર દેવે કહ્યું છે. તે ક્રિયાસ્થાનો આ પ્રમાણે છે–
૪૬
(૧) અર્થદંડ– પ્રયોજન પૂર્વક થતી પાપ પ્રવૃત્તિ (ર) અનર્થદંડ– નિષ્પ્રયોજન થતી પાપ પ્રવૃત્તિ (૩) હિંસા દંડ– જીવ હિંસા (૪) અકસ્માત્ દંડ– અચાનક થતી પાપ પ્રવૃત્તિ (૫) દષ્ટિ વિપર્યાસ દંડદૃષ્ટિ ભ્રમથી થતી પાપ ક્રિયા, (૬) મૃષા પ્રત્યયિક- અસત્ય ભાષણથી લાગતી ક્રિયા (૭) અદત્તાદાન પ્રત્યયિક— ચોરીથી લાગતી ક્રિયા (૮) અધ્યાત્મ ક્રિયા- અપ્રશસ્ત પરિણામોથી લાગતી ક્રિયા (૯) માન પ્રત્યયિક- અભિમાનથી લાગતી ક્રિયા (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક- મિત્રો સાથે દ્વેષ રાખવાથી લાગતી ક્રિયા (૧૧) માયા પ્રત્યયિક- છળ-કપટથી લાગતી ક્રિયા (૧૨) લોભ પ્રત્યયિક- લોભના નિમિત્તથી લાગતી ક્રિયા (૧૩) ઇપિથિક ક્રિયા- વીતરાગી આત્માઓને યોગ પ્રવૃત્તિથી લાગતી ક્રિયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર વિષયની ઉત્થાનિકા રૂપ છે. ક્રિયાસ્થાનના વિસ્તૃત વિવેચન પૂર્વે સૂત્રકારે ક્રિયાસ્થાનના આધારરૂપ ધર્મપક્ષ અધર્મપક્ષ તથા ક્રિયાસ્થાનને પ્રાપ્ત થનારા જીવોનું કથન કર્યું છે. પુર્વે તાજ... :- સામાન્ય રીતે જગતના સર્વ જીવો બે સ્થાનમાં સમાવિષ્ટ છે– ધર્મસ્થાન અને અધર્મસ્થાન. ધર્મસ્થાન કષાયોના ઉપશમનરૂપ છે, તેથી તે ઉપશમસ્થાન અને અધર્મસ્થાન કષાયોના ઉદયરૂપ છે, તેથી તે અનુપશમસ્થાન કહેવાય છે.
જે જીવોમાં શુભભાવ હોય, તે ધર્મસ્થાનમાં સ્થિત હોય છે અને જે જીવોમાં અશુભભાવ હોય અથવા જે જીવો પાપપ્રવૃત્તિની ઇચ્છાવાળા હોય, તે અધર્મસ્થાનમાં સ્થિત હોય છે.
આર્ય-અનાર્ય આદિ વિવિધ પ્રકારના મનુષ્યો તેમજ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ, આ ચારે ગતિના જીવો પ્રાયઃ અધર્મસ્થાનમાં સ્થિત હોય છે.
ક્રિયાસ્થાન :– (૧) કોઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિનું સ્થાન, તે ક્રિયાસ્થાન છે. (૨) કર્મબંધના ઉપાદાન કારણ કે નિમિત્ત કારણને ક્રિયાસ્થાન કહે છે. (૩) જે નિમિત્તથી કોઈ પણ ક્રિયા થાય, તે ક્રિયાસ્થાન છે.
સુખ-દુઃખનું વેદન કરતા ચારે ગતિના સમસ્ત સંસારી જીવોમાં સૂત્રોક્ત તેર ક્રિયાસ્થાનમાંથી કોઈ પણ એક કે અનેક ક્રિયાસ્થાન હોય છે.
વિષ્ણુ વેયાં વેયંતિ :- વિશેષ વિજ્ઞાનપૂર્વક સુખ-દુઃખ આદિ વેદનાનું વેદન કરનારા એટલે કે સંક્ષી જીવોને આ તેર ક્રિયાઓ હોય છે. કોઇ પણ સંસારી જીવ તેર ક્રિયાસ્થાનમાંથી કોઈ પણ એક કે અનેક ક્રિયાસ્થાનમાં સ્થિત હોય છે અને તે ક્રિયાસ્થાન દ્વારા જીવ કર્મબંધ કરે છે.
ફંડ સમાવાળ:-૧૦૩: પાપોષાવાનસંપસ્તસ્ય ક્ષમાવાન-પ્રફળ । પાપપ્રવૃત્તિનો સંકલ્પ ઇંડરૂપ છે અને તેનું ગ્રહણ જેનાથી થાય તે દંડ સમાદાન છે. જે ક્રિયા દ્વારા જીવ કર્મબંધ કરે છે. જેના દ્વારા જીવ દંડિત થાય, પીડિત થાય, તે સમસ્ત ક્રિયાઓ દંડ સમાદાન કહેવાય છે. સૂત્રોક્ત ક્રિયાસ્થાનો દ્વારા જીવ કર્મોનો બંધ કરે છે, તે-તે ક્રિયાસ્થાનો દંડ સમાદાનરૂપ છે.
સૂત્રોક્ત તેર ક્રિયાસ્થાનોમાં કષાયની અપેક્ષાએ બે વિભાગ છે– (૧) સાંપરાયિક ક્રિયાસ્થાન (૨) ઐર્યાપથિક ક્રિયાસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org