________________
અધ્યયન-૧: પુંડરીક
_
નીયવિ = રોમ, રૂંવાડા ઉખેડવા માત્રથી પણ અનાયબ્બા = આધીન બનાવે તિબ્બા = દાસ આદિ બનાવે રિલાયબ્બા = પરિતાપ આપે, ૩યબ્બા = ઉદ્વિગ્ન કરે. ભાવાર્થ:- સર્વજ્ઞ ભગવાન તીર્થકર દેવે ષડૂજીવનિકાય- છ પ્રકારના જીવ સમૂહને કર્મબંધના હેતુ કહ્યા છે, જેમ કે– પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છ પ્રકારના જીવોનો સમૂહ છે. જેમ કોઈ વ્યક્તિ મને દંડાથી, હાડકાંથી, મુક્કાથી, ઢેફાં કે પથ્થરથી, ઠીકરા આદિથી મારે, ચાબુક આદિથી મારે, પીટે, આંગળી દેખાડીને ધમકાવે, ગુસ્સો કરે, મારે કે સતાવે, કલેશ કરે, ઉપદ્રવ કરે યાવતું મારું એક રૂંવાટું પણ ખેંચે, તો મને મરવા જેવું દુઃખ અને ભયનો અનુભવ થાય છે. તે જ રીતે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વને પણ કોઈ દિંડાથી યાવતું ઠીકરાથી મારે, પીટે, આંગળી દેખાડી ધમકાવે, ગુસ્સો કરે, મારે, સતાવે, કલેશ કરે, ઉપદ્રવ કરે થાવતું તેનું એક રૂંવાટું પણ ખેંચવામાં આવે, તો તે જીવ પણ હિંસાકારક દુઃખ અને ભયનો અનુભવ કરે છે.
આ પ્રમાણે જાણીને સમસ્ત પ્રાણી, ભૂત, જીવ, અને સત્ત્વની હિંસા કરવી ન જોઈએ, બળજબરીથી આપણી આજ્ઞાનું પાલન કરાવવું ન જોઈએ, બળજબરીથી પકડીને તેને દાસ-દાસી રૂપે ન રાખવા જોઈએ, કોઈ પ્રકારે સંતાપ ન આપવો જોઈએ અને તેમને ભયભીત ન કરવા જોઈએ. ५४ से बेमि- जे य अईया जे य पडुपण्णा जे य आगमेस्सा अरहंता भगवंतो सव्वे ते एवमाइक्खति, एवं भार्सेति, एवं पण्णति, एवं परूर्वेति- सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा, ण अज्झावेयव्वा, ण परिघेतव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा, एस धम्मे धुवे णिइए सासए, समेच्च लोगं खेयण्णेहिं पवेइए । શબ્દાર્થ:- અ = અતીત-ભૂતકાળમાં થયેલા પડુપUT = વર્તમાનમાં છે ગામેસા = ભવિષ્યમાં થશે. ભાવાર્થ:- હું (સુધર્માસ્વામી) કહું છું કે ભૂતકાળમાં ઋષભદેવ આદિ જે તીર્થકર થઈ ગયા, વર્તમાનમાં સીમંધર સ્વામી આદિ જે તીર્થકરો છે તથા ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીર્થકર થશે; તે સર્વ આ જ ઉપદેશ આપે છે; આ જ ભાષણ કરે છે; આ જ હેતુ, દષ્ટાંત, યુક્તિ આદિ દ્વારા સમજાવે છે અને આ જ પ્રરૂપણા કરે છે કે કોઈ પણ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરવી નહીં, બળજબરીથી આજ્ઞા પાલન કરાવવું નહીં બળજબરીથી દાસ-દાસી રૂપે પકડીને કે ખરીદીને રાખવા નહીં, પીડા દેવી નહીં અને ભયભીત કે હેરાન કરવા નહીં. આ અહિંસા ધર્મ જ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે. કેવળ જ્ઞાનના પ્રકાશમાં સમસ્ત લોકોને જાણીને જીવોની પીડાને જાણનારા ખેદજ્ઞ શ્રી તીર્થકરોએ આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. ५५ एवं सेभिक्खूविरए पाणाइवायाओ जावविरए परिग्गहाओ। णो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, णो अंजणं, णो वमणं, णो धूमं णो धूमणेत्तं पि आविए । શબ્દાર્થ-વિર = વિરત તપાતi = દંતપ્રક્ષાલન-દાતણથી પSાનેન્ન = પ્રક્ષાલન કરે. ને આવ = સ્વીકાર ન કરે. ભાવાર્થ :- આ પ્રમાણે તે ભિક્ષુ પ્રાણાતિપાત (હિંસા)થી લઈને પરિગ્રહ પર્વતના પાંચે ય આશ્રવોથી વિરત થાય, દાતણ આદિ દાંત સાફ કરવાના પદાર્થોથી દાંત સાફ ન કરે, શોભા માટે આંખમાં આંજણ ન આંજે, દવા લઈને વમન ન કરે, વસ્ત્રો અને પોતાના રહેઠાણને ધુપ આદિથી સુગંધિત ન કરે તથા ધોતિ-નેતિ ક્રિયા પણ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org