________________
[
૩૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- આરંભ-પરિગ્રહ સહિત જે ગૃહસ્થો છે તથા આરંભ અને પરિગ્રહયુક્ત શ્રમણો અને બ્રાહ્મણો છે, તેઓ આ બંને પ્રકારે અર્થાત્ આરંભ અને પરિગ્રહની ક્રિયાઓથી અથવા રાગ અને દ્વેષથી અથવા સ્વતઃ અને પરતઃ પાપકર્મ કરે છે. આ પ્રમાણે જાણીને સાધુ આરંભ અને પરિગ્રહ અથવા રાગ અને દ્વેષ બંનેથી રહિત થઈ સંયમમાં પ્રવૃત્તિ કરે. સંક્ષેપમાં કહું છું કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચારેય દિશાઓથી આવેલા પુરુષોમાંથી જે પૂર્વોક્ત વિશેષતાયુક્ત ભિક્ષુ આરંભ-પરિગ્રહ રહિત છે, તે કર્મના રહસ્યને જાણે છે, તે કર્મના બંધનથી રહિત હોય છે અને તે કર્મોનો અંત કરનારા થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થંકરદેવે કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાક્યાદિ ભિક્ષુઓ તથા નિગ્રંથમુનિના જીવન વ્યવહારની તુલના કરી છે.
શાક્યાદિ શ્રમણો તથા બ્રાહ્મણો પોતાના જીવન નિર્વાહ માટે સ્વયં આરંભ-સમારંભ કરે છે, હિંસક પ્રવૃત્તિ કરે છે, કામભોગનું સેવન કરે છે. આવી પાપકારી પ્રવૃત્તિ ભિક્ષાવૃત્તિના સ્વીકાર પૂર્વે પણ કરતા હતા અને ભિક્ષાવૃત્તિના સ્વીકાર પછી પણ કરે છે, બીજા પાસે કરાવે છે અને તેની અનુમોદના પણ કરે છે. તેઓ ભિક્ષાચરીનું પાલન કરવા છતાં પણ આરંભ-પરિગ્રહના કારણે ગૃહસ્થોની સમાન જ છે.
નિગ્રંથ મુનિઓ સંયમમાર્ગમાં પ્રવેશ કરે, ત્યારથી જ સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિનો ત્રિકરણ-ત્રિયોગ સર્વથા ત્યાગ કરે છે. દેહ નિર્વાહ માટે આરંભ-પરિગ્રહ યુક્ત ગૃહસ્થો કે શ્રમણ-બ્રાહ્મણોના આશ્રયે રહે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી. તેઓ નિર્દોષપણે પ્રાસુક આહાર-પાણી પ્રાપ્ત કરી સંયમપાલન કરે છે.
તેઓ કર્મસ્વરૂપ, કર્મબંધના કારણો અને કર્મફળને જાણે છે, તેથી કર્મબંધના કારણોનો ત્યાગ કરી ક્રમશઃ કર્મોથી મુક્ત થાય છે. નિગ્રંથમુનિ ચર્યા - |५३ तत्थ खलु भगवया छज्जीवणिकाय हेऊ पण्णत्ता, तं जहा- पुढविकाइया जाव तसकाइया । से जहाणामए मम अस्सायं दंडेण वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेणं वा आउट्टिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकरं दुक्खं भयं पडिसंवेदेमि, इच्चेवं जाण सव्वे पाणा जाव सत्ता दंडेण वा जाव कवालेण वा आउट्टिज्जमाणा वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा ताडिज्जमाणा वा परियाविज्जमाणा वा किलामिज्जमाणा वा उद्दविज्जमाणा वा जाव लोमुक्खणणमायमवि हिंसाकरं दुक्खं भयं पडिसंवेदेति। एवं णच्चा सव्वे पाणा जाव सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परिघेत्तव्वा, ण परियावेयव्वा, ण उद्दवेयव्वा । શબ્દાર્થઃ- છીવાવ = ષડૂજીવનિકાય, છકાયના જીવોને અઠ્ઠા = હાડકાથી નેતા = ઢેફાથી
વાનેદ = ઠીકરાથી ગટ્ટામા = મારતા રુમમા = પીટતા તન્નાનાગા = તર્જના,ઠપકો દેતા તાલિઝમાળ = તાડના કરતા રિયાલિઝમાળા = પરિતાપના પહોંચાડતા નિમિજમાના કિલામના, ક્લેશ ઉપજાવતા ૩વિજ્ઞાન = ઉદ્વેગ ઉપજાવતાં સાચું = અશાતા નોમુલુન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org