________________
૪
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
= પદાર્થ સમૂહને, અાવી = બનાવ્યો, અથાબંતા = વસ્તુતત્ત્વને ન જાણનારા તેઓ, મુi = અસત્ય જ, વર= કહે છે (મિથ્યા કથન કરે છે). ભાવાર્થ:- કેટલાક બ્રાહ્મણો અને શ્રમણો જગતને ઈંડા દ્વારા ઉત્પન્ન કરાયેલો કહે છે તથા તેઓ કહે છે કે બ્રહ્માએ તત્ત્વ પદાર્થ સમૂહને બનાવ્યો છે, વસ્તુ તત્ત્વને ન જાણનારા તેઓનું આ કથન અસત્ય છે.
सएहिं परियाएहिं लोयं, बूया कडे त्ति य ।
तत्तं ते वियाणंती ण, विणासि कयाइ वि ॥ શબ્દાર્થ – સદં= પોતાના, રવજીદં= અભિપ્રાયથી, નોર્થ = લોકને, ત્તિ = કરેલો, જૂથ = બતાવે છે, તે = તેઓ, તi = વસ્તુતત્ત્વને, ન નિયાતિ = જાણતા નથી, યાવિ = ક્યારે ય પણ, ન વિણાલી = આ જગત વિનાશી નથી. ભાવાર્થ - પૂર્વોક્ત અન્યદર્શની પોતપોતાના અભિપ્રાયથી આ લોકને કૃત(કરેલો) બતાવે છે તે બધા અન્યદર્શની વસ્તુ તત્ત્વને જાણતા નથી, કારણ કે આ લોક ક્યારે ય પણ વિનાશી નથી. ___ अमणुण्णसमुप्पायं, दुक्खमेव वियाणिया ।
समुप्पायमयाणंता, कहं णाहिति संवरं ॥ શબ્દાર્થ -રુવે = દુઃખ, અમguસમુખાય મેવ = અશુભ અનુષ્ઠાનથી જ ઉત્પન્ન થાય છે, વિયાણ = આ જાણવું જોઈએ, સમુણાચું = દુઃખની ઉત્પત્તિનું કારણ, મથાળા = ન જાણનારા લોકો, સંવર = દુઃખને રોકવાનો ઉપાય, = કેવી રીતે, ખાઉંતિ = જાણી શકે? ભાવાર્થ - અશુભ અનુષ્ઠાનથી જ દુઃખ ઉત્પન્ન થાય છે, એ જાણી લેવું જોઈએ. દુઃખની ઉત્પત્તિનું કારણ ન જાણનારા લોકો દુઃખને રોકવાનો ઉપાય કેવી રીતે જાણી શકે ?
વિવેચન :
આ છ ગાથાઓમાં શાસ્ત્રકારે આ અજ્ઞાનવાદીઓનું બીજું અજ્ઞાન બતાવી લોક રચના સંબંધી ભિન્ન ભિન્ન મતો પ્રદર્શિત કર્યા છે. આ બધા મતોના બીજ ઉપનિષદો, પુરાણો તેમજ સ્મૃતિઓ તથા સાંખ્ય વગેરે દર્શનોમાં મળે છે. અહીં નવા નવમા - જીવ અને અજીવથી યુક્ત અને સુદ-
સુખ દુઃખ સહિત એવા આ લોકની રચનાના વિષયમાં શાસ્ત્રકારે મુખ્ય સાત પ્રચલિત મતો દર્શાવ્યા છે.
(૧) આ લોક કોઈ દેવ કૃત છે. (૨) બ્રહ્મા કૃત છે. (૩) ઈશ્વર વડે આ સૃષ્ટિ રચાયેલી છે. (૪) પ્રધાન(પ્રકૃતિ) વડે લોક ઉત્પન્ન થયેલ છે. (૫) સ્વયંભૂ–વિષ્ણુ અથવા અન્ય કોઈના દ્વારા આ લોક બનાવેલો છે. () યમરાજે આ માયા બનાવી છે, તેથી લોક અનિત્ય છે. (૭) આ લોક ઈડાથી ઉત્પન્ન થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org