________________
૧૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ - કે તે ૩= જો તે, પર્વ = આ પ્રમાણે કહે છે, સિં = તેઓના મતમાં, તોપ = આ લોક,
= કેવી રીતે, સિયા = હોઈ શકે? મ= મૂર્ખ, સારથિ = આરંભમાં આસક્ત, તે = તે વાદીઓ, તમારો= એક અજ્ઞાનમાંથી નીકળીને, તમ = બીજા અજ્ઞાનને, ગતિ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થઃ- જે (પૂર્વોક્ત)વાદી આ રીતે આત્માને અકર્તા અને નિષ્ક્રિય કહે છે, તેના મનમાં આ લોક અથવા પરલોક કેવી રીતે ઘટી શકે? તે મૂઢ તેમજ આરંભમાં આસક્તવાદી એક અજ્ઞાનરૂપી અંધકારથી નીકળીને બીજા અંધકારમાં જાય છે.
વિવેચન :
આ બે ગાથામાં અકારકવાદનું મંડન–ખંડન કરવામાં આવ્યું છે. તેરમી ગાથામાં અકારવાદની માન્યતા બતાવી, ચૌદમી ગાથામાં શાસ્ત્રકારે તેનું નિરાકરણ કર્યું છે. સુષં ૨ વાર(વારF) જેવ:– સાંખ્ય દર્શનકાર અકારકવાદને માને છે. તેઓના મતે આત્મા આકાશની જેમ સર્વવ્યાપી અને અમૂર્ત હોવાથી નિષ્ક્રિય છે. સાંખ્ય દર્શનમાં મોત નિrો મોતા, ગાના bitપર વર્શને આ સુક્તિ દ્વારા આત્માને અકર્તા, અક્રિય, અકારક માને છે. આત્મા ક્રિયા શૂન્ય છે. સ્વયં કોઈ ક્રિયા કરતો નથી અને બીજા દ્વારા ક્રિયા કરાવતો પણ નથી. સળં બં ન વિષ્ણ:- આ ગાથામાં કર્તૃત્વ–કારયિત્વનો નિષેધ કર્યા પછી શાસ્ત્રકારે સળં
વ્ર વિશ્વ ગાથા પદ વિશેષ પ્રયોજનથી પ્રયુક્ત છે. સાંખ્ય મતવાળા આત્મામાં સ્થિતિક્રિયા અને ભોગક્રિયા(ભોક્તા) સ્વીકારે છે પરંતુ આ ક્રિયાઓ આત્મા સ્વયં કરતો નથી. બુદ્ધિ તેની કર્તા છે અને તેનું પ્રતિબિંબ આત્મામાં પડે છે. તેથી આત્મામાં સ્થિતિ અને ભોગક્રિયાનો ભાસ થાય છે. તેઓ આ સિદ્ધાંતને મુદ્રાષ્ટ્રતિનિમ્નોર ન્યાય અને નપાટિ6 ન્યાય થી સમજાવતાં કહે છે કે- જેમ અરીસામાં પ્રતિબિંબને સ્થિત રહેવા કોઈ પ્રયાસ કરવો પડતો નથી તેમ બુદ્ધિ રૂપ દર્પણમાં સ્થિત રહેવા આત્માનો કોઈ પ્રયાસ નથી. તેથી આ સ્થિતિ ક્રિયા આત્મામાં જણાય છે પણ આત્મા તેનો કર્તા નથી તથા બુદ્ધિમાં પ્રતિબિંબિત સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ આત્મામાં પડે છે. તેથી આત્મામાં સુખ-દુઃખાદિની ભોગક્રિયા જણાય છે પણ વાસ્તવમાં આત્મા ભોક્તા નથી, બુદ્ધિ જ ભોક્તા છે. જેમ સ્ફટિકને કોઈ રંગ નથી પણ તેની સમીપમાં જપાકુસુમ(લાલ રંગનું પુષ્પ) રાખવામાં આવે તો સ્ફટિક લાલ દેખાય છે. તેમ બુદ્ધિના સંસર્ગથી બુદ્ધિમાં થતી ભોગક્રિયાનો આત્મામાં ભાસ થાય છે. આત્મામાં જણાતી સ્થિતિક્રિયા–ભોગક્રિયા જેવી કોઈપણ ક્રિયાનો તે કર્તા નથી. તેવી સાંખ્યમતની આ માન્યતાને સૂચવવા જ સબં ધું જ વિશ્વા; ગાથાપદ આપવામાં આવ્યું છે. પર્વ તે ૩પબિયા :- સાંખ્યોના ઘણા કથન પરસ્પર વિરોધી છે. અમારઓ અખા-આત્માને અકારક કહેતાં તેઓ(સાંખ્ય મતવાળા) આત્માને ભોક્ત કહે છે. સામાન્ય રીતે જે કર્તા હોય, ક્રિયા કરે તે જ તેના ફળને ભોગવે. તેઓના મતે પ્રકૃતિ કર્તા છે અને આત્મા ભોક્તા છે. કર્તા-ભોક્તાનું સમાનાધિકરણ (એક આધાર) ન માનતા વ્યધિકરણ માનવું તે વિરોધાભાસી કથન છે. આત્મા ચેતનવંત છે પણ તે જાણતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org