________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_.
- ૧૭ |
શરીર, ઇન્દ્રિયો આદિ સાધન છે અને આ સાધનોને ધારણ કરનાર આત્મા છે. જેમ કુંભાર દંડ, ચક્ર વગેરે સાધનથી ઘટ વગેરે બનાવે છે, કુંભાર અધિષ્ઠાતા છે તેનાથી દંડાદિ સાધન જુદા છે, તેમ આત્મા અધિષ્ઠાતા હોવાથી શરીર રૂપ સાધનથી તે ભિન્ન છે.
જેમ લુહાર સાણસી દ્વારા લોખંડને ગ્રહણ કરે છે. સાણસી અને લુહાર જુદા-જુદા છે તેમ આત્મા ઇન્દ્રિય દ્વારા વિષયને ગ્રહણ કરે છે તેથી આત્મા અને ઇન્દ્રિય જુદા-જુદા છે.
કોઈ વ્યક્તિ ઓરડામાં ઊભા રહી, પાંચ બારી દ્વારા બહારના દશ્ય જુએ તેમાં તે બારી અને વ્યક્તિ જુદા છે તેમ આત્મા આ શરીરમાં રહી પાંચ ઇન્દ્રિય દ્વારા પદાર્થોને જાણે છે માટે શરીર અને આત્મા જુદા છે.
આ રીતે શરીર અને આત્મા ભિન્ન સિદ્ધ થઈ જવાથી શરીરના નાશ સાથે આત્માનો નાશ થાય છે, તેમ માનવું યોગ્ય નથી. આત્માનો નાશ થતો નથી અને તે પરલોકમાં બીજા જન્મને ધારણ કરે છે. તુરંતના જન્મેલા બાળકમાં સ્તનપાનની ઇચ્છા જોવા મળે છે. તેને સ્તનપાન કરતાં આવડે છે, તે પૂર્વભવના તથાપ્રકારના સંસ્કારનું સૂચન કરે છે. જાતિસ્મરણ જ્ઞાન પણ પૂર્વભવને સિદ્ધ કરે છે. આ રીતે પૂર્વ–પુનર્ભવ અને પરલોક સિદ્ધ થાય છે.
શરીરથી ભિન્ન અવિનાશી આત્મા સિદ્ધ થવાથી ધર્મરૂપ પુણ્ય-પાપની પણ સિદ્ધિ થઈ જાય છે. ધનવાન–ગરીબ વગેરે જગતની વિચિત્રતાઓ પુણ્ય-પાપ ફળ સ્વરૂપે છે તે વાત પણ સિદ્ધ થઈ જાય છે.
આ રીતે તજીવ-તન્શરીરવાદીઓનો મત માનવા યોગ્ય નથી.
અકારવાદ :
म कुव्वं च कारयं चेव, सव्वं कुव्वं ण विज्जइ ।
एवं अकारओ अप्पा, एवं ते उ पगब्भिया ॥ શબ્દાર્થ – સુવંગ ક્રિયા કરનાર, શરણં વેવ = અને બીજાઓ દ્વારા ક્રિયા કરાવનાર, સવંગ સર્વ ક્રિયાઓને, દુષ્ય = કરનાર, અખા = આત્મા, ન વિશ્વ = નથી, પર્વ = આ પ્રમાણે, મારો = આત્મા અકારક એટલે કે ક્રિયાનો કર્તા નથી, તે ૩= તેઓ અકારકવાદી, પર્વ = આ પ્રમાણે કહેવાની, પામિયા = ધૃષ્ટતા કરે છે.
ભાવાર્થ:- આત્મા પોતે કોઈ ક્રિયા કરતો નથી, બીજા પાસે કરાવતો નથી તથા આત્મા સમસ્ત (કોઈ પણ) ક્રિયા કરનાર નથી. આત્મા અકારક છે. આ રીતે તેઓ અકારકવાદી સાંખ્ય વગેરે પોતાના મંતવ્યની પ્રરૂપણા કરે છે.
जे ते उ वाइणो एवं, लोए तेसिं कओ सिया । तमाओ ते तमं जंति, मंदा आरंभणिस्सिया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org