________________
[ ૪૧૦ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભગવાન મહાવીરે આ રીતે માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથના ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણાત્મક સ્વરૂપ દર્શાવ્યાં છે. આ બધા ભિન્ન ભિન્ન શબ્દ અને વિભિન્ન પ્રવૃત્તિ નિમિત્તક હોવા છતાં એ કથંચિત્ એકાર્થક છે, પરસ્પર અવિનાભાવી છે. તાત્પર્ય એ છે કે માહણ, શ્રમણ, ભિક્ષ અને નિગ્રંથના જુદા જુદા ગુણો અહીં બતાવ્યા છે, તે બધા જૈન મુનિના ગુણો છે. સાચા શ્રમણમાં આ બધા ગુણો હોવા જોઈએ.
આ અધ્યયન તેમજ શ્રુતસ્કંધનો ઉપસંહાર કરતાં શ્રી સુધર્માસ્વામી, શ્રી જંબુસ્વામી આદિ શિષ્યવર્ગ પાસે પોતે કહેલા કથનની સત્યતાને પ્રમાણિત (સિદ્ધ) કરતા કહે છે કે આ સર્વ વર્ણન મેં વીતરાગ-આપ્ત, સર્વજીવહિતૈષી, ભયત્રાતા, તીર્થંકર પાસેથી સાંભળ્યું, જાણ્યું છે, તે તમને કહ્યું છે.
અધ્યયન ૧૬ સંપૂર્ણ છે. I પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org