________________
અધ્યયન-૧૬
૪૦૯
તે વિમેવ નાણદ ગામ = તેથી આપ લોકો આ રીતે સમજો જેવું અમે કહ્યું છે, તારો = કારણ કે ભયથી જીવોની રક્ષા કરનારા પૂજ્ય પુરુષો યા સર્વજ્ઞ પુરુષો અન્યથા(મિથ્યા) કહેતા નથી. ભાવાર્થ :- પૂર્વસૂત્રોક્ત ભિક્ષુ ગુણો ઉપરાંત અહીં દર્શાવેલા કેટલાક વિશિષ્ટ ગુણો નિગ્રંથમાં હોવા જરૂરી છે. જે સાધક દ્રવ્યથી સહાય રહિત એકલા અને ભાવથી રાગદ્વેષરહિત એકાકી હોય, જે એકવેરા હોય અર્થાત્ આ આત્મા પરલોકમાં એકાકી જાય છે, તેને સારી રીતે જાણતા હોય અથવા એકમાત્ર મોક્ષ અથવા સંયમને જ જાણતા હોય, જે બુદ્ધ-જાગૃત હોય, જેણે આશ્રવોના દ્વાર બંધ કરી દીધા હોય, જે સુસંયત હોય-ઈન્દ્રિય અને મન પર સંયમ રાખતા હોય, જે પાંચ સમિતિઓથી યુક્ત હોય, જે શત્રુમિત્ર આદિ પર સમભાવ રાખતા હોય, જે આત્મવાદ પ્રાપ્ત આત્માના નિત્યાનિત્ય આદિ સમગ્ર સ્વરૂપના યથાર્થરૂપથી જ્ઞાતા હોય, જે સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણતા હોય, જેણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારથી સંસારગમન સોતને બંધ કરી દીધા હોય, જે પૂજા, સત્કાર તેમજ દ્રવ્યાદિના લાભના અભિલાષી ન હોય, જે એકમાત્ર ધર્માર્થી અને ધર્મવેત્તા હોય, જેણે મોક્ષ પ્રતિ લક્ષ્ય બનાવ્યું હોય, જે સમત્વમાં વિચરણ કરતા હોય, આ પ્રકારના જે સાધુ દાન, ભવ્ય હોય અને કાયાની આસક્તિ છોડી દીધી હોય તેવા સાધુને નિગ્રંથ કહેવાય છે.
જે રીતે ભયથી જીવોના ત્રાતા(રક્ષક) સર્વજ્ઞ તીર્થકર આખપુરુષ પાસેથી સાંભળેલ છે તે જ સ્વરૂપ અમે કહ્યું છે, તેમ તમે સમજો.
વિવેચન :
આ સૂત્રમાં વિભિન્ન અભિપ્રાયોથી નિગ્રંથનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે નિગ્રંથનો અર્થ અને વિશિષ્ટગુણોની સંગતિ – નિગ્રંથ તે કહેવાય છે, જે બાહ્ય અને આત્યંતર ગ્રંથીઓ રહિત હોય. સહાયતા અથવા રાગદ્વેષયુક્તતા. સાંસારિક સજીવ-નિર્જીવ પરપદાર્થોને પોતાના માનીને તેનાથી સુખપ્રાપ્તિ અથવા સ્વાર્થપૂર્તિની આશા રાખવી, વસ્તુતત્ત્વની અનભિજ્ઞતા, આશ્રવદ્વારોને ન રોકવા, મન અને ઈન્દ્રિયો પર અસંયમ, શત્રુમિત્ર આદિ પર રાગ-દ્વેષાદિ વિષમભાવ રાખવો, આત્માના સાચા સ્વરૂપને જાણ્યા વિના શરીરાદિને જ આત્મા સમજવો, દ્રવ્ય ભાવથી સંસાર સોતને ખુલ્લો રાખવો, પૂજા, સત્કાર અથવા દ્રવ્ય આદિના લાભની આકાંક્ષા કરવી તે વિવિધ ગ્રંથીઓ છે. તેનાથી નિગ્રંથતા સમાપ્ત થઈ જાય છે. બાહ્ય–આત્યંતર ગ્રંથીઓ(ગાંઠો) નિગ્રંથ જીવનને નિસ્સાર બનાવે છે. તેથી શાસ્ત્રકારે નિગ્રંથને માટે એક, એકવિતુ, જાગૃત, સંચ્છિન્નસોત, સુસંયત, સુસમિત, સુસામાયિક, આત્મવાદ પ્રાપ્ત, સ્રોત પરિચ્છિન્ન, પૂજા સત્કાર લાભના અનભિલાષી આદિ વિશિષ્ટ, અનિવાર્ય ગુણો બતાવ્યા છે. એક આદિ ગુણોના તત્ત્વોનું પરિજ્ઞાન હોવાથી જ સંગ, સંયોગ, સંબંધ, સહાયક, સુખ-દુઃખ પ્રદાતા આદિની ગ્રંથિ તૂટે છે અને વિધેયાત્મક ગુણો રૂપે ધર્માર્થી, ધર્મવેત્તા, નિયાગપ્રતિપન્ન, સમત્વચારી, દાન્ત, ભવ્ય તેમજ સુકાય આદિ વિશિષ્ટગુણોનો વિકાસ થાય છે. આ ગુણોથી સુશોભિત સાધુ જ નિગ્રંથ કહેવડાવવાનો અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org