________________
અધ્યયન-૧૬
૪૦૫ |
સમિતિ-ગુપ્તિઓથી તે યુક્ત હોય છે. સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સંપન્ન માહણ હિંસા નિવારણના અમોઘ ઉપાયભૂત માર્ગથી સુશોભિત છે. હિંસાથી સર્વથા નિવૃત્ત માહણ છકાય જીવોની રક્ષામાટે હંમેશાં પ્રયત્ન કરતા જ રહે છે. ક્રોધ અને અભિમાન આ બે ભાવહિંસાના મુખ્ય કારણ છે. માહણ ક્રોધાદિ ભાવજનક કષાયોથી દૂર રહે છે. આ બધા ગુણો "માહણ'ના અર્થ સાથે સુસંગત છે. તેથી ઉપરોક્ત ગુણોથી સંપન્ન સાધકને "માહણ" કહેવા તે યુક્તિયુક્ત (યોગ્ય) છે.
શ્રમણસ્વરૂપ :
| ३ एत्थ वि समणे अणिस्सिए अणियाणे आयाणं च अइवायं च मुसावायं च बहिद्धं च कोहं च माणं च मायं च लोभं च पेज्जं च दोसं च इच्चेवं जओ जओ आयाणातो अप्पणो पदोसहेउं तओ तओ आयाणाओ पुव्वं पडिविरए सिया दंते दविए वोसट्टकाए 'समणे' त्ति वच्चे । શબ્દાર્થ :- પલ્પ વિ સમો = જે સાધુ પૂર્વોક્ત ગુણસમૂહમાં વર્તમાન છે તેને શ્રમણ પણ કહેવા જોઈએ, સિફ ળયાને = જે શરીરાદિમાં આસક્ત નથી તથા જે કોઈપણ સાંસારિક ફળની કામના કરતા નથી, ગઠ્ઠા રમુણાવાયું = પ્રાણીનો ઘાત કરતા નથી, અસત્ય બોલતા નથી, વરિષ્ઠ ૨ = મૈથુન અને પરિગ્રહ કરતા નથી, બ્રેવં ગોગો આયાળાઓ અપ્પો પલોદ8= આ રીતે જે જે વાતોથી આ લોક અને પરલોકમાં પોતાની હાનિ (નુકશાન) દેખાય છે તથા જે જે પોતાના આત્માના દ્વેષના કારણો છે, તો તો આખાબો પુલંપનિરાસિય = તેને પ્રાણાતિપાત આદિ કર્મબંધનાં કારણોથી જે પહેલેથી જ નિવૃત્ત છે, તંતે વન વોકુશાસન ત્તિ વષે ઈન્દ્રિયવિજેતા, સંયમી અને શરીરના પરિશોધનથી રહિત છે, તેને શ્રમણ કહેવા જોઈએ. ભાવાર્થ :- આ સૂત્રમાં વિરતિ વગેરે જે ગુણો કહ્યા છે તે ગુણોથી સંપન્ન હોય તેને શ્રમણ કહેવાય છે. તે ગુણો આ પ્રમાણે છે. સાધક અનિશ્રિત–શરીર આદિ કોઈપણ પર પદાર્થમાં આસક્ત અથવા આશ્રિત ન હોય, અનિદાન-પોતાના તપસંયમના ફળ રૂપે કોઈપણ પ્રકારની માંગ ન હોય અર્થાત્ આ લોક–પરલોક સંબંધી સુખ-ભોગાકાંક્ષાથી રહિત હોય, કર્મબંધના કારણભૂત પ્રાણાતિપાત, મૃષાવાદ, મૈથુન અને પરિગ્રહ ઉપલક્ષણથી અદત્તાદાનથી રહિત હોય; ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ કરતા ન હોય. આ રીતે જે જે કર્મબંધના આદાનો-કારણો આ લોક-પરલોકમાં આત્મા માટે હાનિકારક છે તેમ જાણી, તે તે કર્મબંધના કારણોથી જે નિવૃત્ત હોય તેમજ જે દાન્ત, સંયમી તથા શરીર પ્રત્યે મમત્વ રહિત હોય, તેને શ્રમણ કહેવાય છે. વિવેચન :શ્રમણનું સ્વરૂપ – શ્રમણના વિશિષ્ટ ગુણોનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું છે. "શ્રમણ"નું નિર્વચન અને લક્ષણ- પ્રાકૃત ભાષાના "સમણ" શબ્દના સંસ્કૃતમાં ત્રણ રૂપાન્તર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org