________________
૪૦૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
છે, ત્યાં સુધી કે પોતાની ઈન્દ્રિયો અને મનને એટલા અભ્યસ્ત કરી લે છે કે તે કુમાર્ગમાં જાય જ નહીં. તેને દાત્ત કહે છે.
વ્યુત્કૃષ્ટકાય:- જેણે શરીરને સજાવવા, શોભાવવા, પુષ્ટ કરવા, શૃંગારિત કરવા આદિ સર્વ પ્રકારનાં શરીર–સંસ્કારોનો અને શરીર પ્રત્યે મમત્વનો ત્યાગ કર્યો હોય તે વ્યુત્કૃષ્ટકાય કહેવાય છે.
માપણસ્વરૂપ :
| २ इति विरएसव्वपावकम्मेहिं पेज्ज-दोस-कलह-अब्भक्खाण-पेसुण्णपरपरिवाय अरइरइमायामोस मिच्छादसणसल्ल विरए समिए सहिए सया जए णो कुज्झे णो माणी माहणे त्ति वच्चे । શબ્દાર્થ - તિ સવ્વપાવહિં વિર = જે પુરુષ સર્વ પાપોથી દૂર છેમિહિર તથા ના નો નો માળી ત્તિ વષે = પાંચ સમિતિથી સમિત, જ્ઞાનાદિ ગુણોથી સહિત, સદા ઈન્દ્રિયોને જીતનાર, ક્રોધ ન કરે, માન ન કરે તે માહણ કહેવાને યોગ્ય છે.
ભાવાર્થ :- પૂર્વોક્ત પંદર અધ્યયનોમાં જે ઉપદેશ આપ્યો છે, તે અનુસાર આચરણ કરનાર જે સાધક સમસ્ત પાપકર્મોથી વિરત છે. જે રાગ કે દ્વેષ કરે નહીં. જે કલહથી દૂર રહે, મિથ્યા દોષારોપણ કરે નહીં, અન્યની ચાડી-ચુગલી અને બીજાની નિંદા કરે નહીં. જે સંયમમાં અરુચિ(અરતિ)અને અસંયમમાં રુચિ(રતિ) રાખે નહીં, કપટયુક્ત અસત્ય બોલે નહીં, દંભ કરે નહીં અર્થાત્ અઢારે પાપસ્થાનોથી વિરત હોય, પાંચ સમિતિઓથી યુક્ત અને જ્ઞાન, દર્શન, ચારિત્રથી સંપન્ન હોય, હંમેશાં ષટુ જીવનિકાયની યતના–રક્ષા કરવામાં તત્પર હોય અથવા ઈન્દ્રિય વિજયી હોય, ક્રોધ ન કરે, અભિમાન ન કરે. આવા ગુણોથી સંપન્ન અણગાર(સાધુ) "માહણ" કહેવાને યોગ્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'માહણ'ની યોગ્યતા પ્રગટ કરી છે.
"માહણ" નો અર્થ અને લક્ષણ :- "માહણ" પદ માહણ આ બે શબ્દો થી બને છે. તેનો અર્થ છે"કોઈપણ પ્રાણીનું હનન (હિંસા)ન કરો." આ પ્રકારનો ઉપદેશ જે બીજાઓને આપે છે અથવા જે સ્વયં ત્રસ્થાવર, સુક્ષ્મ–બાદર કોઈપણ પ્રાણીની કોઈપણ પ્રકારે હિંસા કરતા નથી તે માહણ કહેવાય છે. હિંસા બે પ્રકારની હોય છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા. રાગ, દ્વેષ, કષાય અથવા અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહવૃત્તિ આદિ વૈભાવિક પરિણામ ભાવહિંસાની અંતર્ગત છે. ભાવહિંસા દ્રવ્યહિંસાથી વધુ ભયંકર છે. "માહણ" બંન્ને પ્રકારની હિંસાથી વિરત હોય છે. માહણ ને ભગવાને અહીં અઢાર પાપસ્થાનોથી વિરત બતાવ્યા છે. તેનો અર્થ એ છે કે તે ભાવહિંસાનાં મૂળ કારણોથી વિરત રહે છે. તે પાંચ સમિતિ તેમજ ત્રણ ગુપ્તિઓથી યુક્ત હોય છે, તેનું તાત્પર્ય એ છે કે તે અસત્ય, ચોરી આદિ ભાવહિંસાઓથી રક્ષણ કરનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org