________________
અધ્યયન-૧૪
_.
૩૮૩ |
ભાવાર્થ :- જેણે ગુરુકુળવાસ દરમ્યાન ગુરુ પાસેથી જે ઉપદેશ સાંભળ્યો હોય તેને હૃદયમાં સારી રીતે અવધાર્યો છે તેવા સાધક, સમાધિભૂત મોક્ષમાર્ગમાં સારી રીતે સ્થિત થઈ મન, વચન, કાયાથી જીવોની રક્ષા કરી, કરાવી અને અનુમોદન કરી સ્વ–પર રક્ષક બની રહે અને સમિતિ-ગુપ્તિ આદિરૂપ સમાધિ માર્ગોમાં સ્થિર થઈ જાય છે, તેને શાંતિલાભ તથા સમસ્ત કર્મક્ષય થાય છે તેવું સર્વજ્ઞોએ કહ્યું છે. તે ત્રિલોકદર્શી મહાપુરુષો કહે છે કે સાધુએ શ્રેષ્ઠ માર્ગ પામી પછી ક્યારે ય પ્રમાદનો સંગ કરવો ન જોઈએ.
णिसम्म से भिक्खु समीहियटुं, पडिभाणवं होइ विसारए य ।
आयाणमट्ठी वोदाण मोणं, उवेच्च सुद्धण उवेइ मोक्खं ॥ શબ્દાર્થ -ળસમ સમ દિવ૬ = સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપી ઈષ્ટઅર્થને જાણીને, પડમાં વિસારા દોડું = સ્વ સિદ્ધાંતના નિપુણ વક્તા બની જાય છે, આવા મઠ્ઠી = મોક્ષાર્થી, સમ્યકજ્ઞાન આદિ અથવા મોક્ષનું પ્રયોજન રાખનાર તે સાધુ, વોવાઇ મોજ ૩વેશ્વર તપ અને સંયમને પ્રાપ્ત કરીને, સુદ્ધા = તેનું શુદ્ધ આરાધન કરીને, શુદ્ધ આહાર દ્વારા નિર્વાહ કરતો, મોરવું ૩વેક્ = મોક્ષને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- ગુરુકુળવાસી તે સાધુ ઉત્તમ સાધુના આચારને સાંભળીને અથવા મોક્ષરૂપ અને જાણીને ગુરુકુળવાસમાંથી જ પ્રતિભાવાન તેમજ સિદ્ધાંત વિશારદ થઈ જાય છે. પછી આદાનાર્થી અર્થાત્ સમ્યકજ્ઞાન આદિ સાથે અથવા મોક્ષ સાથે પ્રયોજન રાખનાર તે સાધુ તપ અને સંયમને ગ્રહણરૂપ તેમજ આસેવન શિક્ષા દ્વારા ઉપલબ્ધ કરી, તેનું શુદ્ધ આરાધન કરતો સમસ્ત કર્મક્ષય રૂ૫ મોક્ષ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
આ ગાથાઓમાં સૂત્રકારે ગુરુ સાંનિધ્યમાં વાચના પૃચ્છના આદિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી વિશારદકોવિદ થવા માટે વિવિધ પ્રકારે પ્રેરણા આપી છે.
(૧) ગુરુકુળવાસમાં વિધિવત્ શિક્ષા ગ્રહણ ન કરવાથી ધર્મમાં અનિપુણ શિષ્ય સૂત્ર, અર્થ તેમજ શ્રમણધર્મના તત્ત્વને જાણતો નથી, જ્યારે ગુરુ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરેલ તે જ સાધક જિનવચનોના અધ્યયનથી વિદ્વાન બની બધા પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સ્પષ્ટરૂપે જાણે છે (૨) ગુરુકુળવાસી સાધક કોઈપણ પ્રાણીની હિંસા ન થાય, એ રીતે યતના કરે. પ્રાણીઓ પર જરા પણ દ્વેષ કર્યા વિના સંયમમાં નિશ્ચલ રહે (૩) યોગ્ય અવસર જોઈને તે આચાર્યને પ્રાણીઓના સંબંધમાં પૂછે (૪) આગમજ્ઞાન ઉપદેષ્ટા આચાર્યની સેવાભક્તિ કરે, તેમના દ્વારા ઉપદિષ્ટ સમ્યગ્દર્શનાદિરૂપ સમાધિને હૃદયંગમ કરે (૫) ગુરુકુળવાસ દરમ્યાન ગુરુ પાસેથી જે કાંઈ સાંભળ્યું, શીખ્યું, હૃદયંગમ કર્યું છે તે સમાધિભૂત મોક્ષમાર્ગમાં સ્થિત થઈ ત્રણકરણ ત્રણયોગથી સ્વ–પરનો રક્ષક બને (૬) સમિતિગુપ્તિ આદિરૂપ સમાધિ માર્ગોમાં સ્થિર થઈ જવાથી ગુરુકુળવાસી સાધકને શાંતિલાભ અને સમસ્ત કર્મક્ષયનો લાભ થાય છે, તે ક્યારે ય પ્રમાદમાં આસક્ત ન થાય (૭) ગુરુકુળવાસી સાધક ઉત્તમ સાધ્વાચાર અથવા મોક્ષરૂપ અર્થને જાણીને–સાંભળીને પ્રતિભાવાનું તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org