________________
[ ૩૭૦ ]
શ્રી સવગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વિવેચન :
આ છ ગાથાઓમાં જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિની યથાતથ્ય સાધનાથી સંપન્ન સાધુમાં કર્યું અને કેટલું અતથ્ય અને તથ્ય પ્રવિષ્ટ થઈ શકે છે? અને તેનું પરિણામ શું આવે છે તેનું સુંદર ચિત્ર શાસ્ત્રકારે પ્રગટ કર્યું છે. ઉચ્ચ સાધમાં અતવ્યનો પ્રવેશ :- (૧) કોઈ સાધુ સર્વથા અકિંચન હોય, ભિક્ષાત્રથી નિર્વાહ કરતા હોય, ભિક્ષામાં પણ લૂખો-સૂકો આહાર ગ્રહણ કરી પ્રાણ ધારણ કરતા હોય, આવા ઉચ્ચ આચારવાળા હોવા છતાં જો તે પોતાની ઋદ્ધિ(લબ્ધિ અથવા ભક્તોની ભીડ), રસ અને શાતા (સુખ-સુવિધા)નો ગર્વ કરે, પોતાની પ્રશંસા અને પ્રસિદ્ધિની આકાંક્ષા કરે તો ઉપર્યુક્ત ગુણ અતથ્ય થઈ જાય છે (૨) કોઈ સાધુ બહુભાષાવિદ્ હોય, સુંદર ઉપદેશ આપતા હોય, પ્રતિભા સંપન્ન હોય, શાસ્ત્ર વિશારદ હોય, સત્યગ્રાહી પ્રજ્ઞાથી સંપન્ન હોય, ધર્મભાવનાથી તેનું અંતઃકરણ રંગાયેલું હોય પણ જો આ ગુણોના મદથી ગ્રસ્ત થઈ જાતિ, બુદ્ધિ અને લાભ આદિના મદથી લિપ્ત થઈ બીજાનો તિરસ્કાર કરે, નિંદા કરે, તેઓને તરછોડે, તો તેના આ ગુણો અતથ્ય થઈ જાય છે, તે સાધક સમાધિભ્રષ્ટ થઈ જાય છે. સામાન્ય સાધુ-તથ્યનો પ્રવેશ:- (૧) જે સાધુ પ્રજ્ઞા, તપ, ગોત્ર તેમજ આજીવિકાનો મદ ન કરે, તે જ ઉચ્ચ કોટિનો મહાત્મા અને પંડિત છે, (૨) જે વીરપુરુષ બધા મદોને સંસારનું કારણ સમજીને મદનો સર્વથા ત્યાગ કરે છે, તેઓ સર્વ પ્રકારના ગોત્રોના મદથી રહિત ઉચ્ચકોટિના મહર્ષિ છે, તેઓ ગોત્રાદિરહિત, સર્વોચ્ચ મોક્ષગતિને પ્રાપ્ત કરે છે, (૩) જે સાધુ ગામ કે નગરમાં ભિક્ષા માટે પ્રવેશ કરતા જ સર્વપ્રથમ એષણા-અનેષણાનો સારી રીતે વિચાર કરી, આહાર પાણીમાં આસક્ત થયા વિના શુદ્ધભિક્ષા ગ્રહણ કરે છે, તે પ્રશસ્તલેશ્યા સંપન્ન તેમજ ધર્મવિજ્ઞ સાધુ છે. સામાન્ય સાધુ પણ યથાતથ્યમાં પ્રવેશ થવાના કારણે ઉચ્ચકોટિના બની જાય છે. સુસાધુ દ્વારા યથાતથ્યનો ધર્મોપદેશ -
___ अरई रइं च अभिभूय भिक्खू, बहूजणे वा तह एगचारी । १८
___ एगंतमोणेण वियागरेज्जा, एगस्स जंतो गइरागई य ॥ શબ્દાર્થ - પૂર્વ ત્યાગીને, વહૂનો ના તદ પવારી ઘણા લોકોની સાથે રહેતા હોય કે એકલા રહેતા હોય, તમોને વિયાગરેજ્ઞા = જે વાત સંયમથી વિરુદ્ધ નહોય, એકાંત સમય યોગ્ય હોય તે જ કહે, પા તો ફરાર્ફ ય= કારણ કે પ્રાણી એકલો જ પરલોકમાં જાય છે અને એકલો જ આવે છે. ભાવાર્થ :- સાધુ સંયમમાં અરતિ(અરુચિ) અને અસંયમમાં રતિ(રુચિ)ને ત્યાગીને ઘણા સાધુઓની સાથે રહેતો હોય અથવા એકલો રહેતો હોય, જે વાત સંયમથી અવિરુદ્ધ-સંગત હોય, તે જ કહે. પ્રાણી એકલો જ પરલોકમાં જાય છે અને એકલો જ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org