________________
११
અધ્યયન-૧૩ _.
[ ૩૬૭ ] __ण तस्स जाई व कुलं व ताणं, णण्णत्थ विज्जा-चरणं सुचिण्णं
णिक्खम्म जे सेवइऽगारिक्म्म, ण से पारए होइ विमोयणाए । શબ્દાર્થ :- = સિવાય, સુvi = સારી રીતે આચરિત, વિજ્ઞાવર= જ્ઞાન અને ચારિત્ર,
fઉગ્ન = જે પ્રવ્રજ્યા લઈને પણ ફરી અરિષ્ન = ગૃહસ્થ કર્મનું, તે વિનોબા = તે પોતાનાં કર્મોને ક્ષય કરવામાં, ન પર હો = સમર્થ હોતા નથી. ભાવાર્થ :- સારી રીતે આચરિત જ્ઞાન અને ચારિત્ર સિવાય અન્ય જાતિ, કુલ વગેરે જીવની રક્ષા કરી શકતા નથી. જે પ્રવજ્યા લઈ સાવધ કર્મ, આરંભનું સેવન કરે છે, તે કર્મોથી વિમુક્ત થઈ શકતા નથી.
વિવેચન :
આ ૧૦ ગાથાઓમાં કુશીલતા તેમજ સુશીલતાનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે. કુસાધુઓની કુશીલતા - (૧) અહર્નિશ સદનુષ્ઠાન ઉદ્યત શ્રતધરો અથવા તીર્થકરો પાસેથી શ્રતચારિત્રધર્મને પામી તેઓ દ્વારા કથિત સમાધિનું સેવન કરતા નથી (૨) પોતાના ઉપકારી પ્રશાસ્તાની નિંદા કરે છે (૩) જિનમાર્ગથી વિપરીત પ્રરૂપણા કરે છે (૪) પોતાની સ્વચ્છેદ કલ્પનાથી સૂત્રોનો વિપરીત અર્થ કરે છે (૫) વીતરાગ સર્વજ્ઞના જ્ઞાનમાં કુશંકા કરીને મિથ્યાભાષણ કરે છે (૬) આચાર્ય અથવા ગુરુનું નામ છૂપાવી મોક્ષરૂપ ફળથી પોતાને વંચિત રાખે છે (૭) કુસાધુ હોવા છતાં પોતાને માયાપૂર્વક સુસાધુ માને છે (૮) પ્રકૃતિથી ક્રોધી હોય છે (૯) વિચાર્યા વિના બોલે છે અથવા પરદોષભાષી છે (૧૦) ઉપશમેલા (શાંત પડેલા) કલહ(ઝગડા)ને ફરીવાર જાગૃત કરે છે (૧૧) હંમેશાં કલહકારી તેમજ પાપકર્મી હોય છે (૧૨) ન્યાય વિરુદ્ધ બોલે છે (૧૩) પોતાની જાતને મહાજ્ઞાની અથવા સુસંયમી માનીને પરીક્ષા કર્યા વિના જ વાદ કરે છે, પોતાની પ્રશંસા કરે છે (૧૪) હું બહુ મોટો તપસ્વી છું, એમ માનીને બીજાઓને તુચ્છ માને છે (૧૫) તે અહંકારી સાધુ એકાન્તરૂપે મોહરૂપી કૂટપાશમાં ફસાઈને સંસાર પરિભ્રમણ કરે છે, તે સર્વજ્ઞા પ્રભુના માર્ગ અથવા સંયમમાં સ્થિત નથી. (૧૬) જે સંયમી બનીને સન્માન-સત્કાર મેળવવા માટે જ્ઞાન, તપ, લાભ આદિનું અભિમાન કરે છે, તે મૂઢ છે, પરમાર્થથી અજાણ છે. આ રીતે પૂર્વોક્ત દોષયુક્ત કુસાધુઓ કુશીલ છે અને કુશીલ સાધુ મુક્ત થઈ શકતા નથી. સુસાધુઓની સુશીલતા:- (૧) સુસાધુ ગુરુના સાનિધ્યમાં રહી, તેઓના નિર્દેશાનુસાર પ્રવૃત્તિ કરે છે અને સૂત્રોપદેશાનુસાર પ્રવૃત્તિ કરે છે (૨) તે અનાચાર સેવન કરવામાં ગુરુ આદિથી લજ્જિત થાય છે (૩) જીવાદિતત્ત્વો પર તેની શ્રદ્ધા દઢ હોય છે (૪) તે માયારહિત વ્યવહાર કરે છે (૫) ભૂલના કારણે આચાર્યાદિ દ્વારા ઉપાલંભથી અનુશાસિત થવા પર પણ પોતાની ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે છે (૬) તે મૃદુભાષી અથવા વિનયાદિ ગુણોથી યુક્ત હોય છે (૭) તે સૂક્ષ્માર્થદર્શી તેમજ પુરુષાર્થ હોય છે (૮) તે સાધ્વાચારમાં સહજભાવથી પ્રવૃત્ત રહે છે (૯) તે નિંદા-પ્રશંસામાં સમાન રહે છે (૧૦) અકષાયી થાય છે અથવા વીતરાગ પુરુષની સમાન ઝંઝટ રહિત છે (૧૧) પૂર્વાશ્રમમાં જે બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ઉચ્ચજાતિના હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org