________________
[ ૩૫૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સુદીઘ) બને છે અથવા જેમ જેમ રાગ દ્વેષ આદિની અથવા કર્મની માત્રામાં અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ સંસારમાં અભિવૃદ્ધિ થાય છે. તે પ્રમાણે તેઓએ કહ્યું છે, સંસારમાં(નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવના રૂપમાં) પ્રાણી સમૂહ નિવાસ કરે છે.
जे रक्खसा वा जमलोइया वा, जे वा सुरा गंधव्वा य काया ।
आगासगामी य पुढोसिया ते, पुणो पुणो विप्परियासुर्वेति ॥ શબ્દાર્થ –ને રઉસ વા નમનો વા= જે રાક્ષસ છે તથા જે યમપુરીમાં નિવાસ કરે છે, જે વા સુર બંધા ય વાયા = જે દેવતા છે અને જે ગંધર્વ છે, આ IITની ય પુસિયા ને = તથા જે આકાશગામી અને જે પૃથ્વીવાસી છે. ભાવાર્થ :- જે રાક્ષસ છે અથવા યમલોકવાસી(નારક) છે, દેવ, ગંધર્વ, આકાશગામી, તેમજ પૃથ્વીવાસી જીવો છે, તેઓ બધા કમાર્નનુસાર વારંવાર વિવિધ ગતિઓમાં પરિભ્રમણ કરતા રહે છે.
जमाहु ओहं सलिलं अपारगं, जाणाहि णं भवगहणं दुमोक्खं ।
जंसी विसण्णा विसयंगणाहिं, दुहओ वि लोग अणुसंचरति ॥ શબ્દાર્થ - ગં ગોરં તિd મારાં આદુ = જે સંસારને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીની જેમ અપાર કહ્યો છે, મવદિપ ડુમોર૬ ગાળદિન તે ભવભ્રમણરૂપ ગહન સંસારને દુર્મોક્ષ જાણો, નહી વિવાહિં વિસUOTT = જે સંસારમાં|વિષય અને સ્ત્રીઓમાં આસક્ત જીવ, ફુદો વિ તો ન = સ્થાવર અને જંગમ બન્ને પ્રકારે લોકમાં, રાગદ્વેષના કારણે. ભાવાર્થ :- તીર્થકરો, ગણધરો આદિએ જે સંસાર સાગરને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીની જેમ અપાર(દુસ્તર) કહ્યો છે, તે ગહન સંસારને દુર્મોક્ષ (દુઃખે છૂટકારો મેળવી શકાય, તેવો) જાણો, તે સંસારમાં વિષયો અને સ્ત્રીઓમાં આસક્ત જીવ રાગ અને દ્વેષના કારણે લોકમાં ભ્રમણ કરતા રહે છે.
१४
વિવેચન :
આ ચાર ગાથાઓમાં ક્રિયાવાદની ગૂઢ સમીક્ષા કરવામાં આવી છે. એકાન્ત કિયાવાદ સ્વરૂપ અને ભેદ – એકાત્ત ક્રિયાવાદી એકાન્તરૂપે જીવાદી પદાર્થોનું અસ્તિત્વ માને છે. જ્ઞાનરહિત માત્ર દીક્ષા આદિ ક્રિયાથી જ મોક્ષપ્રાપ્તિ માને છે. તેઓ કહે છે કે શુભ કમેનું ફળ સ્વર્ગ મળે છે, પણ તે માત્ર ક્રિયાથી જ. જીવ જેવી રીતે, જેવી ક્રિયા કરે છે, તે અનુસાર તેને નરક-સ્વર્ગ આદિ કર્મફળ મળે છે. સંસારમાં સુખદુઃખાદિ જે કંઈ મળે છે, તે બધું પોતાનું કરેલું જ હોય છે, કાળ ઈશ્વર આદિ બીજાઓનું કરાયેલું હોતું નથી.
નિર્યુક્તિકારે ક્રિયાવાદના ૧૮૦ ભેદ બતાવ્યા છે. તે આ પ્રમાણે છે- સર્વ પ્રથમ જીવ, અજીવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org