________________
અધ્યયન-૧૨
૩૫૩ ]
१०
केइ णिमित्ता तहिया भवंति, केसिंचि तं विप्पडिएइ णाणं ।
ते विज्जभावं अणहिज्जमाणा, आहेसु विज्जापलिमोक्खमेव ॥ શબ્દાર્થ – હિમવંતિ- સત્ય હોય છે, જેલિવિત્ત વિMડ = કોઈ કોઈ નિમિત્તવાદીનું તે જ્ઞાનવિપરીત અસત્ય)થઈ જાય છે, તે વિજ્ઞાનં અહિmTMT = એ જોઈને વિદ્યાનું અધ્યયન ન કરનારા અક્રિયાવાદી, વિનાપતિ મોજમેવ માહસુ = વિધાના ત્યાગને જ કલ્યાણકારક કહે છે. ભાવાર્થ :- કેટલાક નિમિત્ત તો સત્ય(તથ્ય) હોય છે અને કોઈ કોઈ નિમિત્તવાદીઓનું તે જ્ઞાન વિપરીત (અયથાર્થ હોય છે. એ જોઈને વિદ્યાનું અધ્યયન નહીં કરનારા અક્રિયાવાદી વિદ્યાના ત્યાગને જ કલ્યાણકારક કહે છે.
વિવેચન :
આ સાત ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે એકાન્ત અક્રિયાવાદીઓ દ્વારા માન્ય અક્રિયાવાદના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.
અકિયાવાદઃ- સ્વરૂપ અને ભેદ:- અક્રિયાવાદી એકાન્તરૂપે જીવાદી પદાર્થોનો નિષેધ કરે છે. ક્રિયા, આત્મા, કર્મબંધ, કર્મફળ આદિને માનતા નથી.
અક્રિયાવાદના ૮૪ ભેદો થાય છે, તે આ પ્રમાણે છે- જીવાદિ સાત પદાર્થોને ક્રમશઃ લખીને તેમની નીચે (૧) સ્વતઃ અને (૨) પરતઃ આ બે ભેદ સ્થાપિત કરવા. પછી તે ૭૪૨ = ૧૪ પદોની નીચે (૧) કાળ (૨)યદચ્છા (૩) નિયતિ (૪) સ્વભાવ (૫) ઈશ્વર અને (૬) આત્મા આ છ પદોને રાખવા જોઈએ- જેમ કે જીવ સ્વતઃ કાળથી નથી, જીવ પરતઃ કાળથી નથી, જીવસ્વતઃ યદચ્છાથી નથી, જીવ પરતઃ યદચ્છાથી નથી, આ રીતે નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્માની સાથે પણ પ્રત્યેકના બબ્બે ભેદ થાય છે. આ રીતે જીવાદિ સાતેય પદાર્થોના સાત સ્વતઃ પરતઃ ના દરેકના બે અને કાળ આદિના ૬ ભેદ મેળવીને કુલ ૭૪૨ = ૧૪૪૬ =૮૪ ભેદ થયા. અહિયાવાદ મીમાંસાઃ- લોકાયતિક, બૌદ્ધ અને સાંખ્ય આ ત્રણે એકાન્ત અક્રિયાવાદી છે. અક્રિયાવાદી લોકાયતિકના મતમાં આત્મા જ નથી તેથી ક્રિયા કે ક્રિયાથી થતાં કર્મબંધ પણ શક્ય નથી. તેથી લોકવ્યવહારમાં જેવી રીતે મુઠ્ઠી વાળવી અને ખોલવી ઉપચારમાત્રથી માનવામાં આવે છે, તેવી જ રીતે લોકાયતિક મતમાં ઉપચારમાત્રથી આત્મામાં બદ્ધ અને મુક્તનો વ્યવહાર માનવામાં આવે છે. અકિયાવાદી બૌદ્ધ:- તેઓ સર્વ પદાર્થોને ક્ષણિક માને છે, ક્ષણિક પદાર્થોમાં ક્રિયાનું હોવું સંભવિત નથી, તેથી તેઓ પણ અક્રિયાવાદી છે. તેઓ જે પાંચ સ્કંધો માને છે, તે પણ આરોપમાત્રથી જ છે, પરમાર્થરૂપે નહીં. તેઓનું મંતવ્ય એ છે કે બધા પદાર્થ ક્ષણિક છે, ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે, તેથી અવયવ કે અવયવી કાંઈ પણ ટકતું નથી. ક્ષણિકવાદ અનુસાર ભૂત અને ભવિષ્ય સાથે વર્તમાન ક્ષણનો કાંઈ સંબંધ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org