________________
| ૩રર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
દરકાર રાખ્યા વિના, શોક છોડીને અથવા શ્રોત એટલે ઘર, સ્ત્રી, પુત્ર, ધનાદિમાં આસક્તિરૂપ પ્રવાહને છોડીને સંયમનું પાલન કરે. ભાવાર્થ :- સાધુ આધાકર્મી આહારની ઈચ્છા ન કરે અને આધાકર્મી આહારની કામના કરનારાઓની સાથે પરિચય પણ ન કરે. 'ઉત્કટ તપથી કર્મ નિર્જરા થાય છે આ પ્રકારની અનુપ્રેક્ષા કરતા સાધુ શરીરને કુશ કરે. શરીરની દરકાર ન કરતાં અથવા સાધુ તપસ્યાથી કૃશ થયેલા શરીરની પણ ચિંતા છોડી, ઘર,પુત્ર, ધનાદિમાં આસક્તિરૂપ વિષયોના પ્રવાહમાં ન તણાતા સંયમમાં પરાક્રમ કરે.
एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो ण मुसं ति पास ।
एसप्पमोक्खो अमुसे वरे वि, अकोहणे सच्चरए तवस्सी ॥ શબ્દાર્થ –પત્તને() બાપાના = સાધુ એકત્વની ભાવના કરે, પર્વ મોહો મુ તિ પાસ = આ રીતે એકત્વની ભાવના કરવાથી)પણ સાધુ મોક્ષ પ્રાપ્ત કરે છે, આ કથન અસત્ય નથી તેમ જાણો, ઉખનોવો અરે રે કિ = આ એકત્વની ભાવનાથી મોક્ષ છે તે સત્ય અને શ્રેષ્ઠ છે, ગોદો સર તવાસી = જે ક્રોધરહિત તથા સત્યમાં રત અને તપસ્વી છે. ભાવાર્થ :- પૂર્વ ગાથામાં વર્ણિત આધાકર્મી દોષની પરિસ્થિતિના કારણે સાધુ એકત્વ ભાવના કરે, એકત્વને પણ સ્વીકારે. તેમ કરવાથી તે કર્મ સંગથી મુક્ત થાય છે, આ કથન અસત્ય નથી તેમ જાણો. આ એકત્વભાવના ઉત્કૃષ્ટ મોક્ષરૂપ છે. જે સાધુ આ ભાવનાથી યુક્ત બની ક્રોધ ન કરે, સત્યમાં રત બને અને તપ કરે તે ભાવ સમાધિને પ્રાપ્ત થાય છે, તે મિથ્યા નથી પરંતુ શ્રેષ્ઠ છે. __ इत्थीसु या आरय मेहुणाओ, परिग्गहं चेव अकुव्वमाणे ।
उच्चावएसु विसएसु ताई, णिस्संसय भिक्खू समाहिपत्ते ॥ શબ્દાર્થ :- સ્થિસુ યા મરદુબળો = જે પુરુષ સ્ત્રીઓની સાથે મૈથુન સેવન કરતા નથી, ૩ન્દ્ર- વસ્તુ વિપતુ તારું = એ પ્રમાણે વિવિધ પ્રકારના વિષયોમાં રાગદ્વેષ રહિત થઈને જીવોની રક્ષા કરે છે,
ખિસ = નિઃસંદેહ. ભાવાર્થ :- જે સાધક સ્ત્રી વિષયક મૈથુનથી નિવૃત્ત છે, જે પરિગ્રહ રાખતા નથી તેમજ વિવિધ પ્રકારના વિષયોમાં રાગદ્વેષ રહિત થઈ આત્મરક્ષા અથવા પ્રાણી રક્ષા કરે છે, તે સાધુ નિઃસંદેહ સમાધિ પ્રાપ્ત કરે છે.
___ अरइं रइं च अभिभूय भिक्खू, तणाइफासं तह सीयफासं ।
__उण्हं च दंसं चऽहियासएज्जा, सुभि च दुभि च तितिक्खएज्जा ॥ શબ્દાર્થ :- બિહૂ - સાધુ, અરહું છું અધિપૂર્વ = સંયમમાં અરતિ અર્થાત્ ખેદ તથા અસંયમમાં રતિ અર્થાત્ રાગને ત્યાગીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org