________________
અધ્યયન-૧૦
૩૧૭ |
તિતિક્ષા, વચનગુપ્તિ, શુદ્ધલેશ્યા, સ્ત્રી સંસર્ગ નિવૃત્તિ, ધર્મરક્ષાના વિચારપૂર્વક પાપવિરતિ, નિરપેક્ષતા, કાયવ્યત્સર્ગ, જીવનમરણ–આકાંક્ષા રહિત થવું આદિ પ્રવૃત્તિ સમાધિને પ્રાપ્ત કરાવે છે. સમાધિ ભંગ કરનાર સ્ત્રીસંસર્ગ, પરિગ્રહ મમત્વ, ભોગકાંક્ષા આદિ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો નિર્દેશ કર્યો છે તથા જ્ઞાનસમાધિ તેમજ દર્શનસમાધિને માટે શંકા, કાંક્ષા આદિથી તથા એકાંત ક્રિયાવાદ તેમજ એકાંત અક્રિયાવાદથી પણ દૂર રહેવું જરૂરી બતાવ્યું છે.
આ અધ્યયનનો ઉદ્દેશ સાધકને બધા પ્રકારની અસમાધિઓ તથા અસમાધિ ઉત્પન્ન કરનારાં કારણોથી દૂર રાખીને ચારે ય પ્રકારની ભાવસમાધિમાં પ્રવૃત્ત કરવાનો છે.
ચારે પ્રકારની ભાવસમાધિની ફળશ્રુતિ વૃત્તિકારના શબ્દોમાં આ રીતે વ્યક્ત થયેલ છે. (૧) દર્શન સમાધિમાં સ્થિત સાધકનું અંતઃકરણ જિનપ્રવચનમાં રંગાયેલું હોવાથી તે કુબુદ્ધિ અથવા કુદર્શનરૂપી આંધીથી વિચલિત થતું નથી (૨) જ્ઞાન સમાધિ દ્વારા સાધક જેમ જેમ નવાં નવાં શાસ્ત્રોનું અધ્યયન કરે છે, તેમ તેમ આત્મ રસપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિની શ્રદ્ધામાં વૃદ્ધિ તેમજ આત્મપ્રસન્નતા થાય છે (૩) ચારિત્ર સમાધિમાં સ્થિતમુનિ વિષયસુખથી નિઃસ્પૃહ, નિષ્કિચન તેમજ નિરપેક્ષ હોવાથી પરમશાંતિ પામે છે (૪) તપ સમાધિમાં સ્થિતમુનિ ઉત્કટ(કઠિન)તપ કરતો હોવા છતાં ગભરાતો નથી; ક્ષુધા, તૃષા આદિ પરીષહોથી ઉદ્વિગ્ન પણ થતો નથી તથા ધ્યાનાદિ આવ્યંતર તપમાં લીન સાધક મુક્તિની જેવો જ આનંદ (આત્મસુખ) પ્રાપ્ત કરી લે છે; પછી તે સુખદુઃખાદિ દ્વન્દ્રોથી પીડિત થતો નથી.
આ અધ્યયનમાં કુલ ૨૪ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org