________________
અધ્યયન–૯
जो य संसग्गियं भए :- કુશીલ વ્યક્તિ પોતાના સંપર્કમાં આવનારા સુવિહિત સાધકને ભરમાવે છે કે, અરે ! આપ શરીરને સાફ અને સશક્ત રાખો ! શરીર સુદઢ હશે તો જ તમે ધર્મપાલન કરી શકશો. શરીર સાફ રાખવાથી મન પણ સાફ રહેશે. શરીરને બળવાન બનાવવા માટે આધાકર્મી, ઔદેશિક પૌષ્ટિક આહાર મળતો હોય તો લેવામાં શું વાંધો છે ? શરીર રક્ષા કરવી તે તો પહેલો ધર્મ છે. તેથી નિરર્થક કષ્ટોથી દૂર રહી, ધર્મના આધારરૂપ શરીરની રક્ષા કરવી જ જોઈએ.
૩૧૫
ક્યારેક ક્યારેક તે આકર્ષક યુક્તિઓથી અલ્પ પરાક્રમી સુસાધક પ્રભાવિત થઈ જાય છે. ઘીમે ધીમે સુકોમળ, સુખશીલિયા(સુખ ઈચ્છનાર) બની જાય છે. તેથી આ ઉપસર્ગોને સુખરૂપ કલા છે. આ ઉપસર્ગ પહેલાં તો ઘણાં સુખદ, સોહામણા અને મોહક લાગે છે પરંતુ ધીરે ધીરે તે સંયમના મૂળને ઢીલા પાડે છે. આ ઉપસર્ગો સાધુને પરાશ્રિત, ઇન્દ્રિય વિષયોના દાસ અને અસંયમનિષ્ઠ બનાવે છે.
પર શેષે ૫ બિલીય :- કારણ વિના ગૃહસ્થના ઘરે બેસવાથી કોઈને સાધુના ચારિત્રમાં શંકા થઈ શકે છે, કોઈ અન્ય સંપ્રદાયના દ્વેષી વ્યક્તિ સાધુ પર ખોટા દોષારોપણ પણ કરી શકે છે.
દશવૈકાલિક સૂત્રમાં ત્રણ કારણોથી ગૃહસ્થના ઘરે બેસવું કલ્પનીય કહ્યું છે. (૧) વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત હોય. (ર) કોઈ રોગગ્રસ્ત હોય અથવા અચાનક કોઈ ચક્કર આદિ રોગ ઉત્પન્ન થઈ જાય. (૩) અથવા દીર્ઘ તપસ્વી હોય.
ખાવેલ હશે મુળી :- ક્યારેક હાંસી, મજાક કલહ(કલેશ—ઝગડા)નું કારણ બની જાય છે. તેથી આગમમાં હાસ્ય અને કુતૂહલને કર્મોના બંધનું કારણ બતાવ્યું છે. ઉત્તરાધ્યયન તેમજ ભગવતી સૂત્રમાં પણ હાસ્ય અને ક્રીડાને સાધુ માટે વર્જિત તથા કર્મબંધકારક બતાવ્યાં છે.
લક્કે ગમે બ પત્થખ્ખા :- આ પંક્તિના બે અર્થ ફલિત થાય છે. (૧) દીર્ઘકાલીન સાધનાના ફળ સ્વરૂપે ઉપલબ્ધ કામ–ભોગો, સુખ સાધનોનો પ્રયોગ અથવા ઉપયોગ કરવાની અભિલાષા ન કરે. (૨) અનાયાસે પ્રાપ્ત થયેલી લબ્ધિઓ અથવા સિદ્ધિઓના પ્રયોગની મનમાં ઈચ્છા ન કરે, પ્રાપ્ત થયેલી શક્તિઓ કે ઉપલબ્ધિઓને વજસ્વામીની જેમ વિવેક પૂર્વક પચાવે.
Jain Education International
સુપ્સ્યૂલમાળો ઝાલેન્જ :- શુશ્રુષા એટલે ગુરુના આદેશ-નિર્દેશોને સાંભળવાની ઈચ્છા, ગુરુની સેવા–વૈયાવચ્ચ કરીને તેના મનને પ્રસન્ન કરવું, તેના આદેશોનું પાલન કરવું તે શુશ્રુષા કહેવાય છે. જ્યારે ઉપાસના એટલે ગુરુચરણોમાં બેસીને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરવી તે. ગુરુના શરીરની નહિ, ગુણોની ઉપાસના કરવી તે જ વાસ્તવિક ઉપાસના છે. જેમ કે કહ્યું છે કે, "ગુરુની ઉપાસના કરવાથી સાધક જ્ઞાનનું ભાજન બને છે, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્થિર થઈ જાય છે. તેઓ ધન્ય છે જેઓ જીવનપર્યંત ગુરુકુલવાસમાં જ રહે છે.”
॥ અધ્યયન ૯ સંપૂર્ણ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org