________________
૩૧૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ - ન = સાધુ મનોહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત ન થાય, આરએનું નિરિક્ષણ = સાવધ અનુષ્ઠાન ન કરે, ગમેય વહિવયે= આ અધ્યયનની શરૂઆતથી લઈને જે ઘણી વાતો કહેવામાં આવી છે, બેયં સમયાતi = તે સર્વ જિનાગમથી વિરુદ્ધ હોવાને કારણે નિષિદ્ધ છે.
૨૬
ભાવાર્થ :- આદર્શ સાધક મનોજ્ઞ શબ્દ(રૂપ, રસ, ગંધ) તેમજ સ્પર્શમાં આસક્ત ન હોય, સાવધ-આરંભ જનિત કાર્યોથી દૂર રહે. આ અધ્યયનના પ્રારંભથી લઈ જે વાતો નિષેધરૂપે કહેવામાં આવી છે, તે સ્વસમયથી વિરુદ્ધ હોવાથી નિષેધ રૂપ છે.
___अइमाणं च मायं च, तं परिण्णाय पंडिए ।
५ गारवाणि य सव्वाणि, णिव्वाणं संधए मुणि ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- પરિણય = ત્યાગીને, નિષ્ણા = નિર્વાણની, મોક્ષ પ્રાપ્તિની, સંપ = સાધના કરે, મોક્ષ મેળવવાની ઈચ્છા કરે. ભાવાર્થ :- પંડિતમુનિ અતિમાન અને માયા તથા ઋદ્ધિ-રસ–શાતારૂપ બધા ગૌરવોને(ગર્વને)સંસારનું કારણ જાણી તેનો પરિત્યાગ કરે અને સ્વયંને(સમસ્ત કર્મક્ષયરૂ૫) નિર્વાણની સાધનામાં જોડે અથવા નિર્વાણને પ્રાપ્ત કરવાની જ અભિલાષા રાખે.
વિવેચન :
આ નવ ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે મુનિધર્મના કેટલાંક વિશિષ્ટ આચાર સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે. (૧) સાધુ સ્વયં કુશીલ ન બને અને કુશીલજનો સાથે સંપર્ક પણ ન રાખે (૨) કુશીલજનના સંસર્ગથી થનારા અનુકૂળ ઉપસર્ગોથી સાવધાન રહે (૩) કારણ વિના ગૃહસ્થના ઘરમાં બેસે નહિ (૪) બાળકોની રમતમાં ભાગ ન લે (૫) મર્યાદાનું ઉલ્લંઘન કરી હસે નહીં (૬) મનોજ્ઞ શબ્દાદિ વિષયોમાં ઉત્કંઠા ન રાખે, જો એ વિષયો અનાયાસ પ્રાપ્ત થયા હોય તોપણ યત્નપૂર્વક આગળ વધી જાય, તેના પર સંયમ રાખે (૭) સાધુચર્યામાં અપ્રમત્ત રહે (૮) પરીષહો-ઉપસર્ગો ઉપસ્થિત થાય ત્યારે તેને સમભાવથી સહન કરે (૯) પ્રહાર કરનારા પર ક્રોધિત ન થાય, તેને અપશબ્દ પણ ન કહે, મનમાં પણ ગ્લાનિ ન અનુભવે પણ પ્રસન્ન મનથી સહન કરે (૧૦) ઉપલબ્ધ થતાં કામભોગોની લાલસા ન રાખે (૧૧) આચાર્યાદિના ચરણોમાં રહીને હંમેશાં આર્યધર્મ શીખે, વિવેક સંપન્ન બને (૧૨) સ્વ–પર સિદ્ધાંતોના સારા જ્ઞાતા, ઉત્તમ તપસ્વી, ગુરુજનોની સેવા શુશ્રુષા તેમજ ઉપાસના કરે (૧૩) કર્મક્ષય કરવામાં વીર બને (૧૪) આખ પુરુષોની કેવળજ્ઞાનરૂપ પ્રજ્ઞાનો અથવા આત્મપ્રજ્ઞાનો અન્વેષક(શોધક) બને (૧૫) ધૃતિમાન્ હોય (૧૬) જિતેન્દ્રિય હોય (૧૭) સંસારવાસમાં(ગૃહસ્થજીવનમાં) જ્ઞાન, દર્શન, ચારિત્રનો ઉત્કૃષ્ટ લાભ ન મળે એમ જાણીને મુનિ ધર્મમાં દીક્ષિત સાધુ અસંયમી જીવનની આકાંક્ષા ન કરે પરંતુ વીરતા પૂર્વક કર્મબંધનોથી મુક્ત બને (૧૮) મનોજ્ઞ શબ્દાદિ વિષયમાં આસક્ત ન થાય (૧૯) સાવધ આરંભજનિત કાર્યોથી દૂર રહે (૨૦) સિદ્ધાંત વિરુદ્ધ બધાં આચરણોથી દૂર રહે (ર૧) માન, માયા તેમજ સર્વ પ્રકારના ગૌરવને સંસારનું કારણ જાણીને પરિત્યાગ કરે (૨૨) નિર્વાણરૂપ લક્ષ્યનું સંધાન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org