________________
૩૦૨ |
શ્રી સવગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વિવેચન :
આ સાત ગાથાઓમાં વિવિધ દૃષ્ટિકોણોથી એ બતાવ્યું છે કે જિનોક્ત શ્રમણ ધર્મનું પાલન શા માટે? અને કેવી રીતે કરવું જોઈએ? સંસારવર્ધક ચાર મુખ્ય કારણોથી છટવા શ્રમણધર્મનો સ્વીકાર કરવો શ્રેયસ્કર છે :- (૧) આરંભપરિગ્રહાસક્ત જીવ પ્રાણીઓ સાથે લાંબાકાળ સુધીનું વેર વધારે છે (૨) વિષયસુખ લોલુપ આરંભમગ્ન જીવ દુઃખોથી મુક્ત થઈ શકતો નથી (૩) જ્ઞાતિજન વ્યક્તિની મરણોત્તર ક્રિયા કરીને પાપકર્મ દ્વારા તેણે સંચિત કરેલું ધન તેના સ્વજન, પરિજન વગેરે લઈ લે છે, મૃત્યુ પછી ધન સાથે આવતું નથી પરંતુ તે ધન માટે કરેલ પાપકર્મ સાથે આવે છે અને પાપોનું ફળ તેણે એકલા જ ભોગવવું પડે છે (૪) પાપકર્મના ફળસ્વરૂપે પીડિત થતી વ્યક્તિને તેના સ્વજન બચાવી શકતા નથી. આ ચારે અનિષ્ટોથી દૂર રહેવા વ્યક્તિએ જિનોક્ત મોક્ષમાર્ગરૂપ(સંયમ) ધર્મમાં દીક્ષિત થવું શ્રેયસ્કર છે. દીક્ષિત સાધકે (૧) મમત્વ રહિત બની (૨) અહંકાર શૂન્ય બની (૩) ધન, ધાન્ય, પરિગ્રહ, સ્ત્રી, પુત્ર આદિ તથા જ્ઞાતિજનો પ્રત્યે મમત્વનો ત્યાગ કરી (૪) સાંસારિક ભોગોથી નિરપેક્ષ-નિઃસ્પૃહ રહી (૫) ત્યજેલા સજીવ-નિર્જીવ પદાર્થો સંબંધી અંતરથી શોક (ચિંતા) છોડી સંયમમાં સ્થિત થવું શ્રેયસ્કર છે.
રિવણ અંત સો :- વૃત્તિકારે તેના ત્રણ અર્થ કર્યા છે. (૧) અંતરમાં મમત્વરૂપ દુષ્પરિત્યાજ્ય શોકને છોડીને (૨) સંયમી જીવનનો અંત-વિનાશ કરનારા મિથ્યાત્વ આદિ પંચાશ્રવસ્ત્રોત છોડીને (૩) આત્મામાં વ્યાપ્ત થનારા આંતરિક શોક-સંતાપને છોડીને તેનું પાઠાન્તર આ પ્રમાણે છે.રિવાળાતા સોયં – તેના પણ બે અર્થ વૃત્તિકારે કર્યા છે. (૧) જેનો અંત ક્યારેય થતો નથી, એવા અનન્તક તે કર્માશ્રય સ્રોત અથવા (૨) પોતાના દેહ આદિ પ્રત્યે અંતરમાં થનારા શોકને છોડીને. ચૂર્ણિમાં પાઠાન્તર છે–રેવાળ સત્તા સોત અર્થાત્ આત્મામાં થતાં કર્માશ્રવદ્વારભૂત સ્રોતને છોડીને અથવા અજ્ઞાન, અવિરતિ, અને મિથ્યાત્વના અનંત પર્યાયોને છોડીને.
મૂલગુણગત-દોષત્યાગનો ઉપદેશ :
पुढवी आऊ अगणि वाऊ, तण रुक्ख सबीयगा । अंडया पोय-जराऊ-रस-संसेय-उब्भिया ॥
શબ્દાર્થ :- લય થિ = રસજ, સ્વેદજ અને ઉભિજ્જ (આ બધા જીવ છે).
ભાવાર્થ :- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા લીલુ ઘાસ, વૃક્ષ અને બીજ આદિ વનસ્પતિ તેમજ અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ તથા ઉભિજ્જ આદિ ત્રસકાય, આ બધા છકાય જીવો છે.
एतेहिं छहिं काएहिं, तं विज्जं परिजाणिया । मणसा कायवक्केणं, णारंभी ण परिग्गही ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org