________________
અધ્યયન-૮.
[ ૨૯૧]
શબ્દાર્થ - વુડળિો = સ્વયં પાપ કરનારા જીવો, સંપાયં ળિયસ્કૃતિ = સાંપરાયિક કર્મ બાંધે છે, રોલ્સિયા = રાગ અને દ્વેષના આશ્રયથી. ભાવાર્થ :- સ્વયં દુષ્કત કરનારા જીવ સાંપરાયિક કર્મ બાંધે છે, તે અજ્ઞાની જીવો રાગ અને દ્વેષનો આશ્રય લઈને ઘણાં પાપો કરે છે.
एयं सकम्मवीरियं, बालाणं तु पवेइयं ।
एत्तो अकम्मवीरियं पंडियाणं सुणेह मे ॥ ભાવાર્થ :- (પૂર્વાદ્ધ) આ અજ્ઞાનીજનોનું સકર્મવીર્ય(બાલવીય) કહેવામાં આવ્યું. (ઉત્તરાદ્ધ) હવે અહીંથી પંડિતો- ઉત્તમ વિજ્ઞ સાધુઓના અકર્મવીર્યના સંબંધમાં કહે છે તે મારી પાસેથી સાંભળો.
વિવેચન :
આ છ ગાથાઓમાં પ્રમાદી–અજ્ઞજનો દ્વારા આચરિત સકર્મવીર્ય અથવા બાલવીર્યનો પરિચય અને તેનું દુષ્પરિણામ રજૂ કરવામાં આવ્યું છે. આ બાલવીર્ય પ્રાણી ઘાતક, પ્રાણી પીડાદાયક, કષાયવર્ધક, વેર પરંપરા વર્ધક, રાગદ્વેષ વર્ધક અને પાપકર્મજનક છે. સલ્ય શબ્દના વિભિન્ન આશયો :- વૃત્તિકારે સત્યં શબ્દના બે સંસ્કૃત રૂપાંતર કર્યા છે. શસ્ત્ર અને શાસ્ત્ર. તલવાર આદિ શસ્ત્રો પ્રાણઘાતક છે જ, કેટલાક શાસ્ત્ર પણ પ્રાણીવિઘાતક છે. જેમકે– (૧) ધનુર્વેદ–જેમાં જીવ મારવાના લક્ષ્યવેધની શિક્ષા આપી (૨) આયુર્વેદ- જેમાં કેટલાક રોગોના નિવારણના ઉપાયો, પ્રાણીઓનાં લોહી, ચરબી, હાડકા, માંસ તેમજ રસ આદિથી બતાવ્યા છે (૩) દંડ-નીતિશાસ્ત્રમાં અપરાધીને શૂળી અથવા ફાંસી પર ચડાવવાની વિધિ છે (૪) અર્થશાસ્ત્રમાં બીજાને ઠગીને ધન પ્રાપ્ત કરવાના ઉપાય બતાવવામાં આવ્યા છે (૫) કામશાસ્ત્રમાં મૈથુન પ્રવૃત્તિ સંબંધી અનેક પ્રયોગો બતાવ્યા છે. આ બધાં શાસ્ત્રોનો આશ્રય લઈને અજ્ઞજન વિવિધ પાપકર્મોમાં પ્રવૃત્ત થઈને પાપકર્મનો બંધ કરે છે.
અશ્વમેઘ, નરમેઘ, સર્વમેઘ આદિ જીવ વધપ્રેરક યજ્ઞો માટે અથર્વવેદ કથિત મંત્રો ભણવામાં આવે છે અથવા પ્રાણીઓનાં મારણ, મોહન, ઉચ્ચાટન આદિ માટે ભણવામાં આવે છે, તે બધા મંત્ર પ્રાણી વિઘાતક છે. પાઠાન્તર – મુગાબો સિડના બદલે પાઠાન્તર છે આરંભાય તિટ્ટ – ઘણા ભોગાર્થી જીવો ત્રણેય (મન, વચન, અને કાયા) થી આરંભમાં અથવા આરંભ માટે પ્રવૃત્ત થાય છે. પંડિત(અકર્મ)વીર્ય સાધના :- दविए बंधणुम्मुक्के, सव्वओ छिण्णबंधणे ।
पणोल्ल पावगं कम्म, सल्लं कंतइ अंतसो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org