________________
અધ્યયન-૭
| ૨૮૫ ]
જવાથી જેમ, લાઉં = ગાડું આગળ ચાલી ન શકે તેમ. ભાવાર્થ :- સાધુ પરીષહો અને ઉપસર્ગોથી પીડિત થવા છતાં એ સહન કરે. જેવી રીતે લાકડાના પાટિયાને છોલવા છતાં પણ રાગદ્વેષ કરતું નથી, તેવી જ રીતે બાહ્ય અને આત્યંતર તપથી કષ્ટ પામવા છતાં સાધક રાગદ્વેષ ન કરે. તે મૃત્યુના(સમાધિ પૂર્વક) સમાગમની પ્રતીક્ષા કરે. જેવી રીતે અક્ષ–ગાડાની ધુરા તૂટી જવાથી આગળ ચાલતી નથી તેમ કર્મક્ષય થઈ જાય પછી જન્મ, મરણ, રોગ, શોક આદિ પ્રપંચની ગાડી પણ આગળ ચાલતી નથી.
વિવેચન :
આ ચાર ગાથાઓમાં સુશીલ સાધકને માટે આચારવિચાર સંબંધી અનેક વિવેકસૂત્રો રજૂ કરવામાં આવ્યા છે. (૧) અજ્ઞાતપિંડ દ્વારા નિર્વાહ કરે (૨) તપસ્યાની સાથે પૂજા-પ્રતિષ્ઠાની કામના ન કરે (૩) મનોજ્ઞ–અમનોજ્ઞ શબ્દ તેમજ રૂપ પર રાગદ્વેષથી સંસક્ત ન થાય (૪) ઈચ્છા–મદનરૂપ સમસ્ત કામો (કામવિકારો–મનોજ્ઞ અમનોજ્ઞ વિષયો) પ્રત્યે આસક્તિ હટાવીને રાગદ્વેષ ન કરે (૫) સર્વસંગોથી દૂર રહે (૬) પરીષહ- ઉપસર્ગજનિત સમસ્ત દુ:ખોને સમભાવથી સહન કરે (૭) જ્ઞાન, દર્શન, ચારિત્રથી પરિપૂર્ણ હોય (૮) વિષયભોગોમાં અનાસક્ત રહે (૯) અપ્રતિબદ્ધ-વિહારી હોય (૧૦) અભયંકર હોય (૧૧) વિષયકષાયોથી અનાકુળ રહે (૧૨) સંયમયાત્રા નિરાબાધ ચલાવવા માટે જ આહાર કરે, (૧૩) પૂર્વકૃત પાપોનો ત્યાગ કરવાની ઈચ્છા કરે (૧૪) પરીષહ-ઉપસર્ગ જનિત દુઃખના સ્પર્શ સમયે સંયમ અથવા મોક્ષનું સ્મરણ રાખે (૧૫) સંગ્રામના મોરચા પર સુભટની જેમ કર્મશત્રુનું દમન કરે (૧૬) પરીષહ-ઉપસર્ગોથી પ્રતાડિત સાધક તેને સહન કરે (૧૭) જેવી રીતે લાકડાના પાટિયાને બન્ને બાજુથી છોલવામાં આવે તોપણ તે રાગદ્વેષ કરતું નથી તેમ બાહ્ય અને આત્યંતર તપ દ્વારા કષ્ટ પામવા છતાં સાધક રાગદ્વેષ ન કરે (૧૮) સહજ ભાવથી સમાધિ પૂર્વક મૃત્યુની પ્રતીક્ષા કરે (૧૯) ધરી તૂટી જવાથી ગાડી આગળ ચાલતી નથી, તેવી જ રીતે કર્મોનો સર્વથા ક્ષય થઈ જવાથી જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિ પ્રપંચની ગાડી આગળ ચાલતી નથી.
પૂર્વોક્ત આચાર-વિચાર યુક્ત સુશીલ સર્વથા કર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. પાઠાન્તર - સદિં વેહિં.
વિહિં ના બદલે ચૂર્ણિસમ્મત પાઠાન્તર છે– મv ૧ પીને ૨ અભિળો, સળે; વાનેબિયત્તા | અર્થ- અન્ન-પાનમાં અનાસક્ત રહે, સમસ્ત કામભોગો પર નિયંત્રણ કરે, પણ અવારી ને બદલે ચૂર્ણિસમ્મત પાઠાંતર છે–ળ સિોજાની અર્થાત્ પ્રશંસાનો ઈચ્છુક ન થાય.
છે અધ્યયન ૭ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org