________________
૨૮૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
२५
ભાવાર્થ :- જે સાધક માતા-પિતાને તથા ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને પ્રવ્રજિત થઈ, સ્વાદ લોલુપતા વશ સ્વાદિષ્ટ ભોજનવાળાં ઘરોમાં દોડે છે. તે શ્રમણભાવથી દૂર છે, એમ તીર્થકરોએ કહ્યું છે. २४
कुलाई जे धावइ साउगाई, आघाइ धम्मं उदराणुगिद्धे ।
अहाहु से आयरियाण सयंसे, जे लावएज्जा असणस्स हे ॥ શબ્દાર્થ :- ૩૬૨નિ = ઉદર પોષણમાં આસક્ત, = જે પુરુષ, ધુમ્ન આયા તથા ત્યાં જઈને ધર્મકથન કરે છેતે આરિયા સવેરે – તેઓ આચાર્યના સોમા ભાગે(શતાંશ) પણ નથી, ને અસારૂ હેક નાવણના = જે ભોજનના લોભથી પોતાના ગુણોનું વર્ણન કરાવે છે તેઓ પણ આચાર્યોના શતાંશ પણ નથી. ભાવાર્થ :- પેટ ભરવામાં આસક્ત જે સાધક સ્વાદિષ્ટ ભોજનવાળાં ઘરોમાં જાય છે તથા ત્યાં જઈને ધર્મકથા કરે છે, જે સાધુ ભોજનના લોભથી પોતાના ગુણોના વખાણ કરાવે છે તે આચાર્ય અથવા આર્યના ગુણોના શતાંશ પણ નથી, એમ તીર્થકરોએ કહ્યું છે.
णिक्खम्म दीणे परभोयणम्मि, मुहमंगलीए उदराणुगिद्धे ।
णीवारगिद्धे व महावराहे, अदूरए एहिइ घायमेव ॥ શબ્દાર્થ – બિજલુન્ગ = જે પુરુષ ઘરેથી નીકળીને, પરબોયઝ હી = બીજાના ભોજન માટે દીન બનીને, મુદામાનીe = ભાટની જેમ બીજાની પ્રશંસા કરે છે, વાર પદ્ધવ મહાવરાદે - તે ચોખાના દાણાઓમાં આસક્ત મોટા ડુક્કરની જેમ, ૩૬grદ્ધ = ઉદરપોષણમાં આસક્ત છે, અત્રણ = તે તુરત – શીધ્ર, ઘાયમેવ = નાશને જ, પદિ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- જે વ્યક્તિ ઘરબાર, ધનધાન્ય આદિ છોડી સાધુ બની, ગૃહસ્થના સ્વાદિષ્ટ આહાર માટે દીન બનીને ભાટની જેમ મીઠાબોલો-મીઠું મીઠું બોલનાર થઈ જાય, તે ચોખાના દાણામાં આસક્ત ડુક્કરની જેમ તુરંત વિનાશને પ્રાપ્ત થાય છે.
अण्णस्स पाणस्सिहलोइयस्स, अणुप्पियं भासइ सेवमाणे ।
पासत्थयं चेव कुसीलयं च, णिस्सारिए होइ जहा पुलाए ॥ શબ્દાર્થ :- ફુદ તોફT = અથવા વસ્ત્ર આદિ આ લોકના પદાર્થના નિમિત્તે, સેવાને = સેવક પુરુષની જેમ ગગુણિયે માલ = પ્રિય ભાષણ કરે છે, પાસન્ધયં વેવ સુલીયં = તે પાર્શ્વસ્થ ભાવને તથા કુશીલ ભાવને પ્રાપ્ત થાય છે, ગરી પુલા = તે ભુસ્સા જેવા, સ્પિરિ = સારરહિત થઈ જાય છે. ભાવાર્થ - અન્ન અને પાણી અથવા વસ્ત્ર આદિ આ લોકના પદાર્થ માટે સેવકની જેમ આહારાદિના દાતાને અનુકૂળ પ્રિયભાષણ કરે છે, તે ધીમે ધીમે પાર્થસ્થભાવી અને કુશીલ થઈ જાય છે અને તેનો સંયમ ભુસ્સાની જેમ નિઃસાર–નિઃસખ્ત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org