________________
૨૬૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
ગયા [૧૧] ક્રિયાવાદ આદિ સમસ્ત વાદોને પોતે જાણી સંયમમાં સ્થિત થયા [૧૨] જીવનપર્યત શુદ્ધસંયમમાં ઉધત રહ્યા [૧૩] પોતાના જીવન અને શાસનમાં તેઓએ રાત્રિભોજન અને સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરી દીધો [૧૪] દુઃખનાં કારણભૂત કર્મોના ક્ષયને માટે તેઓ સદૈવ વિશિષ્ટ તપસાધના કરતા રહ્યા [૧૫] ઈહલોક-પરલોક ચારગતિરૂપ સંસારના સ્વરૂપ અને કારણોને જાણીને તેઓએ બધા પ્રકારનાં પાપોનું સર્વથા નિવારણ કરી દીધું.
ફલશ્રુતિ :० सोच्चा य धम्मं अरहंतभासियं, समाहियं अट्ठपओवसुद्धं । तं सद्दता य जणा अणाऊ, इंदा व देवाहिव आगमिस्संति ॥
I ત્તિ વેબ II. શબ્દાર્થ :- સનાદિયં = યુક્તિ યુક્ત, અકૂપોવલુદ્ધ = અર્થ અને પદોથી શુદ્ધ, સં સાળT = તેમાં શ્રદ્ધા રાખનારા, ના = જીવ બગાડ = અનાયુ એવા મોક્ષને પામે છે, ફુલાવ = ઈન્દ્રની જેમ, સેવાવિ = દેવતાઓના સ્વામી, આમિર્ણાતિ = થાય છે.
ભાવાર્થ :- શ્રી અરિહંતદેવ દ્વારા ભાષિત, સમ્યકરૂપે કહેવાયેલા, યુક્તિસંગત શુદ્ધ અર્થ અને પદ યુક્ત ધર્મ સાંભળી, તેના પર શ્રદ્ધા કરનારી વ્યક્તિઓ મોક્ષને પ્રાપ્ત કરે છે અથવા ઈન્દ્રોની જેમ દેવોનું આધિપત્ય પ્રાપ્ત કરે છે.
વિવેચન :
આ અધ્યયનનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર આ અંતિમ ગાથામાં ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત શ્રુત–ચારિત્રરૂપ ધર્મનું શ્રવણ, શ્રદ્ધા તેમજ આચરણ કરનારા સાધકોને તેની ફળશ્રુતિ બતાવે છે કે આ સમ્યક શ્રદ્ધાવાન વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ કર્મ તે ભવમાં ક્ષય ન કરી શકે તો દેવલોકમાં ઈન્દ્રાદિ પદને મેળવે છે.
છે અધ્યયન ૬ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org