________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની
બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પંચપરમેષ્ટિના પરમ પ્રસાદે પરમકૃપાળુ ગુરુવર્યોના કૃપાબળે, જયંત-ગિરીશ-જનક ગુરુવર્યના માર્ગદર્શને, ત્રિલોક મુનિવર્યની આગમ સમાર્જન શક્તિબળે, પરમ કૃપાળુ શ્રી ગુરુ પ્રાણ જન્મ શતાબ્દીનું નિમિત્ત પામી, સ્વર્ગસ્થ તપ સમ્રાટ પરમ ઉપકારી પ. પૂ. શ્રી રતિલાલજી મહારાજ સાહેબના આશીર્વાદ એવં વરદ હસ્તના સ્પર્શ બળે, સામાજિક શ્રી સંઘની શુભેચ્છા પૂર્વકના સહયોગે અમો શાસન રસિક શ્રી વત્સલ પાઠકગણ સામે બીજું અંગ સૂયગડાંગ સૂત્ર ગુજરાતી અનુવાદ સહિત રજૂ કરીએ છીએ.
પ્રિય પાઠક સાધકવર્ગ જિજ્ઞાસુ !
આ અંગનું સંસ્કૃત નામ છે સૂત્રકૃતાંગ. સૂત્ર = દોરો, કૃત = કરેલો અર્થાત્ પરોવેલો છે ગુણરૂપ દોરો જેણે જ્ઞાનરૂપ સોયમાં પરોવ્યો છે તેવી વ્યક્તિનું અનુસંધાન થશે. પરમાંથી નીકળી સ્વરૂપને સાંધી લે, ભેદરેખાને ભેદી, અભયને, અભેદ્ય કવચ કરી લે તેનું નામ સૂત્રકૃતાંગ.બીજો અર્થ– શ્રુત = સાંભળવું અને કૃત = કરી લેવું કાર્ય. સાંભળ્યું અને જીવનમાં આરાધ્યું છે જેણે તેઓ આવી ગયા ભાનમાં. પ્રાચીન યુગમાં કાન દ્વારા સાંભળીને સમજી ગયા શાનમાં. સ્મૃતિમાં રાખવા માટે કહ્યું છે કે શ્રુતિ-સ્મૃતિસાંભળવું અને મનથી એકાગ્ર બની યાદ રાખવું કેવો સુહાવની સ્થિરતાનો, ધારણાનો યુગ હતો. ખરેખર, પ્રજ્ઞાશીલ મુનિપુંગવો સાંભળે ને યાદ રહી જાય. ધારણા, ધ્યાન ધરી અલૌકિક સમાધિ પ્રાપ્ત કરતાં લોકોત્તર ભાવમાં ઝૂલતા. પૂર્વક્રોડ વર્ષો સુધી જ્ઞાન, ચારિત્રમાં રમતાં, અપ્રમત્ત ભાવે રહેતાં, કાળલબ્ધિ પાકતાં કર્મક્ષય કરી સિદ્ધ થઈ જતા. અર્વાચીન આ કાળમાં શ્રુતિ = સ્મૃતિની મંદતા, મનની અસ્થિરતા, ચક્ષુ અને રસનાની લોલુપતા તથા લપલપિતા વૃદ્ધિ પામતા અર્થાત્ વાંચવાનું અને બોલવાનું વધારે થયું, જેથી શ્રુતિ-સ્મૃતિ ઘટી અને ધ્યાન લુપ્ત થયું. ભીતર ભેદવાની ક્રિયા મટી, ઈતરમાં આત્મા રોકાતો ચાલ્યો અને દુષમ કાળમાં આવી પડ્યો. છતાં ગુસ્વર્યોએ જબરજસ્ત
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt