________________
છે અને સાથે સાથે ન બોલવા જેવી વાતનો પણ ઈશારો કરે છે અને સત્યમાં પણ સત્ય હકીકત પણ બોલવા જેવી નથી એમ કહેવા માંગે છે.
અમે અહીં ફક્ત પુચ્છિસુર્ણની એકાદ બે પદોની વ્યાખ્યા કરી છે. આખી વ્યાખ્યા એક ગ્રંથ આકાર બની જાય છે જેથી ટૂંકાવ્યું છે.
જો સૂત્રકૃતાંગ શાસ્ત્રનું આ વરસ્તુતિ અધ્યયન આટલું મહત્ત્વપૂર્ણ છે અને તે અધ્યયન સૂયગડાંગમાં જ મૂકવામાં આવ્યું છે. આથી પાઠક સમજી શકશે કે સૂયગડાંગ સૂત્ર કેટલું મહત્ત્વપૂર્ણ બની જાય છે.
આ મહાન શાસ્ત્ર બે શ્રુતસ્કંધ અને ૨૩ અધ્યયનોમાં વિસ્તાર પામી ઘણા ભાવોને આવરી લે છે. જેના ઉપર સમગ્ર દષ્ટિએ વ્યાખ્યા કરવી ઘણી જ દુષ્કર છે અને ખુબ જ વિસ્તાર પામે તેમ છે. બીજા શ્રુતસ્કંધમાં છેલ્લા અધ્યયનમાં નાલંદાનો ઉલ્લેખ કરેલો છે. નાલંદા શબ્દ આવા મહત્ત્વપૂર્ણ શાસ્ત્રમાં અગ્રસ્થાને છે. તેમ બહારના વિદ્વાનો તો ઠીક ઘણા જૈન વિદ્વાનોને પણ ધ્યાનમાં હોય તેમ લાગતું નથી. કેમ જાણે નાલંદા એટલે બૌદ્ધનગરી હોય તેવું સમજાય છે. જ્યારે નાલંદા જૈન શાસ્ત્રમાં મોખરે છે તો તેને લક્ષીને નાલંદા દર્શનને ઉજાગર કરવું બહુ જ જરૂરી છે.
આ રીતે ઐતિહાસિક ભાવો, તે સમયની લોકજીવનની પ્રથાઓ, જૈન સાધુની કસોટી ભરેલો માર્ગ, બિહાર જેવા પ્રાંતોમાં ઉદ્ભવેલી અભિનવ ક્રાંતિનું સૂયગડાંગ શાસ્ત્રમાં ફરી દર્શન થાય છે. જે આ શાસ્ત્રના અધ્યયનથી જોવા મળશે.
આ શાસ્ત્રના પ્રકાશન માટે મહામુનિ ત્રિલોકમુનિ મહારાજના સાનિધ્યમાં વિદ્વાન સાધ્વીઓએ ભગીરથ પ્રયાસ કર્યો છે તે બદલ શતઃ શતઃ અભિનંદન પાઠવતાં હર્ષ થાય છે.
જયંતમુનિ પેટરબાર.
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg