________________
૨૬૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- શબ્દોમાં મેઘગર્જના પ્રધાન (મુખ્ય) છે, તારાઓમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, સુગંધોમાં ચંદન શ્રેષ્ઠ છે, તેવી રીતે મુનિઓમાં કામનારહિત એવા ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે.
जहा सयंभू उदहीण सेढे, णागेसु वा धरणिंदमाहु सेटे । २०
खोओदए वा रसवेजयंते, तवोवहाणे मुणिवेजयते ॥ શબ્દાર્થ :-ળાસુ = નાગકુમાર દેવોમાં, અરવિ તે બાદુ = ધરણેન્દ્રને શ્રેષ્ઠ કહે છે, રોગો વા રવેગવંતે = ઈક્ષરસોદક સમુદ્ર જેવી રીતે બધા રસવાળાઓમાં પ્રધાન છે, તવોવાને મુનિયેતે = એ રીતે તપ દ્વારા મુનિશ્રી ભગવાન મહાવીર સ્વામી સૌથી શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- જેવી રીતે સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર શ્રેષ્ઠ છે, નાગ(નાગકુમારો)માં ધરણેન્દ્ર સર્વોત્તમ છે, રસવાળા સમસ્ત સમુદ્રોમાં ઈક્ષરમોદક પ્રધાન છે, એ રીતે સર્વ તપસ્વીઓમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે. २१]
हत्थीसु एरावणमाहु णाए, सीहो मियाणं सलिलाण गंगा ।
पक्खीसु वा गरुले वेणुदेवो, णिव्वाणवादीणिह णायपुत्ते ॥ શબ્દાર્થ :- પ વા અને વેજુવો = પક્ષીઓમાં વેણુદેવ ગરુડ પ્રધાન છે, બિમ્બાવાલદિ બાથપુરે = મોક્ષવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી પ્રધાન છે. ભાવાર્થ :- હાથીઓમાં ઐરાવત હાથી(ઈન્દ્રનું વાહન) મુખ્ય છે, યુગોમાં સિંહ, નદીઓમાં ગંગા નદી, પક્ષીઓમાં વેણુદેવ "ગરુડપક્ષી" મુખ્ય છે, તેવી રીતે નિર્વાણવાદીઓમાં–મોક્ષમાર્ગના નાયકોમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર મુખ્ય છે.
जोहेसु णाए जह वीससेणे, पुप्फेसु वा जह अरविंदमाहु ।
खत्तीण सेढे जह दंतवक्के, इसीण सेढे तह वद्धमाणे ॥ શબ્દાર્થ –વીને વિશ્વસેન વાસુદેવ, નો = યોદ્ધામાં શ્રેષ્ઠ છે, અરવિંદનાદુ = કમળ ને શ્રેષ્ઠ કહે છે, સારીખ વંdવષે સેક્ = ક્ષત્રિયોમાં દાન્તવાક્ય ચક્રવર્તી શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- જેવી રીતે યોદ્ધાઓમાં પ્રસિદ્ધ વિશ્વસેન વાસુદેવ શ્રેષ્ઠ છે, ફૂલોમાં અરવિંદ–કમળ શ્રેષ્ઠ છે અને ક્ષત્રિયોમાં દાંતવાક્ય-ચક્રવર્તી અથવા દંતવક્ર-દંતવક્ર રાજા શ્રેષ્ઠ છે, તેવી જ રીતે ઋષિઓમાં વર્ધમાન મહાવીર સ્વામી શ્રેષ્ઠ છે.
दाणाण सेहूँ अभयप्पयाणं, सच्चेसु या अणवज्जं वयंति । तवेसु या उत्तमबंभचेरं, लोगुत्तमे समणे णायपुत्ते ॥
२३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org