________________
|
દર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
અનેક દિગ્ગજ વિદ્વાન અંતેવાસીઓના કારણે વાદીઓને માટે દુર્ગમ તેમજ અજેય હતા.
સુમેરુ પર્વત અનેક તેજોમય વૃક્ષસમૂહથી દેદિપ્યમાન છે, તેવી જ રીતે ભગવાન પણ અનંત ગુણોથી દેદિપ્યમાન હતા.
સુમેરુ, પર્વતોનો રાજા છે, તેમ ભગવાન મહાવીર પણ ત્યાગી, તપસ્વી, સાધુ શ્રાવકગણના રાજા હતા, એટલે કે સંઘનાયક હતા.
સુમેરુપર્વતથી ચારે તરફ પ્રકાશના ઉજ્જવળ કિરણો નીકળીને સર્વદિશાઓને પ્રકાશિત કરે છે. તેવી જ રીતે ભગવાનના જ્ઞાનરૂપી પ્રકાશનાં કિરણો પણ સર્વત્ર ફેલાઈને લોક અલોકને પ્રકાશિત કરે છે. કોઈપણ પદાર્થ એવો નથી, જે તેમના અનંત જ્ઞાન પ્રકાશમાં પ્રકાશિત થતો ન હોય.
સુમેરુપર્વત ભૂમંડળના મધ્યભાગમાં છે. તેવી જ રીતે ભગવાન પણ ધર્મ-સાધકોની ભક્તિભાવનાઓના મધ્યબિંદુ હતા. પર્વતરાજ સુમેરુ જેવી રીતે લોકમાં યશસ્વી કહેવાય છે, તેવી જ રીતે જિનરાજ ભગવાન ત્રણે ય લોકમાં મહાયશસ્વી હતા.
१५
મેરુપર્વત પોતાના ગુણોના કારણે પર્વતોમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે ભગવાન પણ પોતાની જાતિ, યશ, દર્શન, જ્ઞાન અને શીલ આદિ સગુણોમાં સર્વશ્રેષ્ઠ હતા. આ આશયથી શાસ્ત્રકારો કહે છે કેएतोवमे समणे णायपुत्ते, जाईजसो दसण णाण सीले । વિવિધ ઉપમાઓથી ભગવાનની શ્રેષ્ઠતા :
गिरीवरे वा णिसहायताणं, रुयगे व सेढे वलयायताणं ।
तओवमे से जगभूइपण्णे, मुणीण मज्झे तमुदाहु पण्णे ॥ શબ્દાર્થ :- આવતા રિવરે બસહાય= જેવી રીતે લાંબા પર્વતોમાં નિષધ પર્વત શ્રેષ્ઠ પ્રધાન (મુખ્ય) છે તથા, વાવેતાળ હત્યને વટ્ટ = ગોળાકાર પર્વતોમાં રૂચક પર્વત શ્રેષ્ઠ છે, ગભૂપuછે = જગતમાં સૌથી વધારે બુદ્ધિમાનું ભગવાન મહાવીર સ્વામીની, તપોવને = તે જ ઉપમા છે, પum = બુદ્ધિમાનું પુરુષ, મુખ મણે તપુલાઇ = મુનિઓની મધ્યે ભગવાનને શ્રેષ્ઠ કહે છે. ભાવાર્થ :- જેવી રીતે લાંબા પર્વતોમાંનિષઘપર્વત, વલયાકાર(ગોળાકાર ચૂડીના આકારવાળા) પર્વતોમાં રૂચકપર્વત શ્રેષ્ઠ છે, તે જ ઉપમા જગતમાં સૌથી અધિક પ્રજ્ઞાવાનું ભગવાન મહાવીરની છે. પ્રાજ્ઞપુરુષોએ મુનિઓની મધ્યમાં શ્રમણ ભગવાન મહાવીરને શ્રેષ્ઠ કહ્યા છે.
अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाइ । सुसुक्कसुक्कं अपगंडसुक्कं, संखिंदु एगंतवदातसुक्कं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org