________________
અધ્યયન—
=
પૂર્વોક્ત પ્રકારે કહેવામાં આવે છે, સમળે ખાયપુત્તે તોવમે = શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પર્વતની ઉપમા આપવામાં આવે છે, જ્ઞાનનો વંસળબાળકીને – ભગવાન જાતિ, યશ, દર્શન, જ્ઞાન અને શીલમાં સર્વથી શ્રેષ્ઠ છે.
=
૨૧
ભાવાર્થ : – મહાનપર્વત એવા સુદર્શનગિરિનો યશ પૂર્વોક્ત પ્રકારે બતાવવામાં આવ્યો છે, જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીરને પણ આ પર્વતની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે સુમેરુપર્વત પોતાના ગુણોના કારણે સમસ્ત પર્વતોમાં શ્રેષ્ઠ છે, તેવી રીતે ભગવાન પણ જાતિ, યશ, દર્શન, જ્ઞાન અને શીલમાં સર્વશ્રેષ્ઠ છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાં ભગવાનને પર્વતરાજ સુમેરુની ઉપમા આપવામાં આવી છે.
સુમેરુ પર્વત ઉર્ધ્વ, અધો અને મધ્ય ત્રણે લોકને સ્પર્શે છે, તેમ ભગવાનનો પ્રભાવ ત્રણે લોકમાં વ્યાપ્ત હતો. જેમ સુમેરુ ભૂમિમય, સુવર્ણમય, વૈડૂર્યમય ત્રણ વિભાગથી સુશોભિત છે, તેમ ભગવાન પણ સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન સમ્યક્ચારિત્ર રૂપ રત્નત્રયથી સુશોભિત હતા.
સુમેરુશિખર પર પંડગવન પતાકાની જેમ શોભે છે, તેમ વીરપ્રભુ પણ "તીર્થંકર" નામના મૂર્ધન્યપદથી સુશોભિત હતા.
સૂર્યગણ આદિ હંમેશાં સુમેરુની ચારે તરફ પરિક્રમા કરે છે, તેવી રીતે ભગવાનની ચારે બાજુ દેવો તથા ચક્રવર્તી આદિ સમ્રાટ પણ પ્રદક્ષિણા કરે છે.
સુમેરુ સુવર્ણ જેવા વર્ણવાળો છે, ભગવાન પણ સુવર્ણ જેવી કાંતિવાળા હતા.
સુમેરુ ઉર્ધ્વમુખી છે, તેવી જ રીતે ભગવાનના અહિંસા આદિ સિદ્ધાંતપણ સદૈવ ઉર્ધ્વમુખી હતા.
સુમેરુના નંદનવનમાં સ્વર્ગલોકથી આવીને દેવ અને ઈન્દ્રાદિ આનંદનો અનુભવ કરે છે, ભગવાનના સમવસરણમાં સુર, અસુર, માનવ, તિર્યંચ સર્વ પ્રાણીઓ આવીને આનંદ અને શાંતિનો અનુભવ કરતાં
હતાં.
સુમેરુપર્વત અનેક નામોથી સુપ્રસિદ્ધ છે, તેવી જ રીતે ભગવાન પણ વીર, મહાવીર, વર્ધમાન, સન્મતિ, વૈશાલિક, જ્ઞાતપુત્ર, ત્રિશલાનંદન આદિ નામોથી સુપ્રસિદ્ધ હતા.
સુમેરુની કંદરામાંથી ઊઠતો દેવોનો કોમળ ધ્વનિ દૂર દૂર ગુંજતો રહે છે. તેવી જ રીતે વીરપ્રભુનો અત્યંત ઓજસ્વી સારગર્ભિત, ગંભીર, દિવ્યધ્વનિ પણ દૂર દૂર શ્રોતાઓને સંભળાતો રહે છે.
Jain Education International
સુમેરુ પર્વત ઊંચી ઊંચી મેખલાઓ તેમજ ઉપપર્વતોના કારણે દુર્ગમ છે, તેવી જ રીતે ભગવાન પણ પ્રમાણ, નય, નિક્ષેપ, અનેકાન્ત(સ્યાદ્વાદ)ની ગહન ભંગાવલીઓના કારણે તથા ગૌતમ આદિ
For Private Personal Use Only
www.jainelibrary.org