________________
શ્રી ચગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
કરાયેલા પ્રશ્નનું ગણધર શ્રી સુધર્માસ્વામી દ્વારા સ્તુતિ સૂચક શબ્દોમાં સાંગોપાંગ સમાધાન છે.
ઉદ્દેશા રહિત આ અધ્યયનમાં ૨૯ ગાથાઓ દ્વારા ભગવાન મહાવીરના અનુપમ ધર્મ, જ્ઞાન, દર્શન, અહિંસા, અપરિગ્રહ, વિહારચર્યા, નિશ્ચલતા, ક્ષમા, દયા, શ્રુત, તપ, ચારિત્ર, કષાય વિજય, મમત્વ તેમજ વાસના પર વિજય, પાપમુક્તતા, અદ્ભુત ત્યાગ આદિ ઉત્તમોત્તમ ગુણોનું ભાવપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આઠે પ્રકારના કર્મક્ષય માટેનો તેમનો પુરુષાર્થ, પ્રાણીઓની આગતિ, સ્વભાવ, શરીર, કર્મ આદિના સ્વરૂપનું જ વર્ણન છે.
૨૫૪
સંસારના શ્રેષ્ઠ ગણાતા એવા સુમેરુ, ચંદ્ર, સૂર્ય, સ્વયંભૂરમણ સમુદ્ર, દેવેન્દ્ર, શંખ આદિ પદાર્થોની ઉપમા દ્વારા મહાવીર સ્વામીની શ્રેષ્ઠતા બતાવવામાં આવી છે. મહાવીર સ્વામીને નિર્વાણવાદીઓ, સાધુઓ, મુનિઓ, તપસ્વીઓ, સુજ્ઞાનીઓ, શુક્લધ્યાનીઓ, ધર્મોપદેશકો, અધ્યાત્મ વિદ્યાના પારગામીઓ, ચારિત્રવાનો અને પ્રભાવકોમાં સર્વશ્રેષ્ઠ તેમજ અગ્રણી નેતા માનવામાં આવ્યા છે.
Jain Education International
܀܀܀܀܀
For Private & Personal Use Only
www.jainelibrary.org