________________
૨૫ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
ભાવાર્થ :- તિર્યંચો, મનુષ્યો અને દેવો આ રીતે ચાર ગતિ રૂપ અનંત સંસારમાં જીવ કૃતકને અનુરૂપ વિપાક ભોગવે છે. આ રીતે જાણીને બુદ્ધિમાન પુરુષ મરણકાળની પ્રતીક્ષા અથવા સમીક્ષા કરતાં ધ્રુવ એવા મોક્ષમાર્ગ, સંયમ અથવા ધમે માગેનું સમ્યક્ આચરણ કરે. વિવેચન :પણ સોદવા પર થર :- નરકના દારુણ દુઃખોનું વર્ણન કરીને શાસ્ત્રકારે તે દુઃખોથી દૂર રહેવા માટે કેટલીક પ્રેરણા આપી છે. (૧) સમગ્રલોકમાં કોઈપણ જીવની હિંસા ન કરે (૨) પરિગ્રહથી વિરત થાય."ઉ" શબ્દથી પરિગ્રહ સિવાયના મૃષાવાદ, અદત્તાદાન તેમજ મૈથુન સેવનથી વિરત થવાની પ્રેરણા પણ પરિલક્ષિત થાય છે (૩) એકમાત્ર આત્મતત્ત્વ કે જીવાદિ તત્ત્વો પર દષ્ટિ અથવા શ્રદ્ધા રાખે (૪) અશુભકર્મ કરનારા તથા તેનું ફળ ભોગવનારા જીવલોકનું સ્વરૂપ જાણે (૫) તે લોકપ્રવાહને આધીન ન થાય (૬) ચાર ગતિરૂપ અનંત સંસારમાં કૃત-કર્મના વિપાક–ફળને જાણે અર્થાત્ કર્મના અવિચલ સિદ્ધાંતને જાણે (૭)મોક્ષદષ્ટિ રાખી સંયમ અથવા ધર્મનું આચરણ કરે (૮) પંડિત મરણના અવસરની આકાંક્ષા (મનોરથ) કરે. પર્વ નિરિક્ષણે મળવારે ...તિ વેયિતા :- શાસ્ત્રકારે નરકગતિના ઘોરતમ દુઃખોનું વર્ણન કર્યા પછી અંતિમ ગાથામાં કહ્યું છે કે તિર્યચ, મનુષ્ય કે દેવગતિના જીવો પણ કર્માધીન છે અર્થાત્ કોઈ પણ ગતિમાં થતું જીવનું સંસાર પરિભ્રમણ માત્ર દુઃખદાયી જ છે. તિર્યંચગતિમાં પરાધીનતાનું મહાદુઃખ, મનુષ્યગતિમાં સંયોગ-વિયોગ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ અનેક દુઃખ અને દેવગતિમાં પણ ઈર્ષ્યા, અદેખાઈ, વેર ઝેરના કારણે દુઃખનો અનુભવ કરવો જ પડે છે. આ રીતે ચારે ગતિના દુઃખને જાણીને તેનાથી મુક્ત થવા સંયમ ભાવમાં સ્થિર રહેવા પુરુષાર્થશીલ બને.
છે અધ્યયન ૩/૪ સંપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org