________________
ઉલ્લેખ કરી સૂત્રકૃતાંગ શાસ્ત્ર જૈનદર્શન માટે ઘણી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિદ્વાન પાઠકોને પ્રાર્થના છે કે સૂત્રકૃતાંગશાસ્ત્ર ઉપરછલ્લી દષ્ટિએ વાંચી જવા કરતાં દાર્શનિક દષ્ટિએ તેનું અધ્યયન કરવું જરૂરી છે. ઘણા પદો એવા છે કે જે મીમાંસા પણ માંગી લે છે. ખરું પૂછો તો આખી સ્યાદવાદ દષ્ટિમાંથી જ મીમાંસા શાસ્ત્રનો જન્મ થયો છે. મીમાંસા કરવી એટલે અનેકાંત દષ્ટિએ કોઈપણ સિદ્ધાંત કે સાહિત્યની સમીક્ષા કરવી અને તેના બધા પાસા પર ધ્યાન આપવું એમ કહેવું વધારે ઉચિત છે.
આ સિવાય સૂયગડાંગ શાસ્ત્રનું સૌથી મહત્ત્વપૂર્ણ ચેહર વીરસ્તુતિનું ચાલુ નામ પુચ્છિસુર્ણ છે. જે સમગ્ર સમાજમાં પ્રસિદ્ધ છે. જેમ કોઈ સોનાના ઘરેણામાં હીરો જડેલો હોય તેમ સૂયગડાંગ સૂત્રમાં આ છઠું અધ્યયન તે ખરેખર માણેક્ય રત્ન છે અને આ પ્રકરણને કારણે સૂયગડાંગ શાસ્ત્રનું મહત્ત્વ અત્યંત વધી જાય છે.
પુચ્છિસુણેની વિશેષતાઓ આપણે નીચેની લાઈનોમાં અલ્પાંશે પ્રગટ કરીશું. મારા માટે તો પુચ્છિસુણે જીવનભર દીવાદાંડી બન્યું છે. સમગ્ર ચિંતનનો આધાર આ વીરસ્તુતિના અદ્ભુત ભાવોથી ભરેલો છે. જ્યારે જ્યારે મને પુચ્છિસુણંનો પાઠ કરવાનો અવસર મળે ત્યારે હર્ષના આંસુ ઉભરાય છે, હૃદય ગદ્ગદ્ થઈ જાય છે. પ્રભુની વાણીના આ એક–એક શબ્દ મોતીની જેમ ઝળહળવા માંડે છે અને તેની અંદર સંચિત થયેલા ભાવો જાણે પ્રવાહિત થવા માંડે છે. જોકે અત્યારે સમાજને ભક્તામર સ્તોત્રની રઢ વધારે લાગી છે. ભક્તામર સ્તોત્ર અતિ ઉત્તમ છે તેમાં શંકા નથી પરંતુ પુચ્છિસુની તુલનામાં ભક્તામર ઘણુ પછવાડે છે. આશ્ચર્ય એ છે કે પુચ્છિસુર્ણ કહેવાનો કેમ વધારે પ્રચાર થયો નહીં ? આપણે ત્યાં પ્રાર્થના તથા સ્તુતિ બોલાય છે અને આ અધ્યયનનું નામ પણ વીરસ્તુતિ છે. બિહારની પ્રાચીન ભાષામાં લખેલું આ સ્તોત્ર અંતરાત્માને કેટલો આનંદ આપી જાય છે અને મગધ દેશની આ ભાષા માગધી ખરેખર મઘમઘી ઊઠે છે. સ્તુતિ તરીકે પ્રાર્થનામાં બોલવાથી ઘણો જ આનંદ આપી શકે તેમ છે.
- હવે આપણે વરસ્તુતિ ઉપર થોડો પ્રકાશ નાંખીશું. સ્વયં સુધર્મા સ્વામી જૈનદર્શનની વ્યાપકતા તથા સમગ્ર જૈન ધર્મનો ઉદ્દેશ પુચ્છિસુણમાં સ્પષ્ટ કરે છે.
उड्ढ अहे यं तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । સેન્વિઝિબ્બેટિ સમપvો રીવેવ ધમૅમિયંકવાદુ ગાથા-૪
G 23
:
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg