________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
- પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જૈનશાસ્ત્ર અર્થાત્ સ્થાનકવાસી જૈન શ્વેતાંબર પરંપરા માન્ય ૩ર આગમો અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. સમગ્ર ભાષાનો પ્રવાહ એક સરખો છે. છતાં કોઈ કોઈ શાસ્ત્રોની ભાષામાં થોડી વિલક્ષણતા જોવામાં આવે છે. 'સૂયગડાંગ' અર્થાત્ સૂત્રકૃતાંગ શાસ્ત્ર પણ આ માંહેનું એક છે. સૂત્રકૃતાંગની ભાષામાં વિલક્ષણતા છે અને વધારે પ્રાચીનતાનો આભાસ પણ મળે છે.
તેના મૂળમાં આપણે થોડી વિચારણા કરીએ. જૈન સંતો બહુ જ વિસ્તારપૂર્વક ઘણા ક્ષેત્રોમાં વિહાર કરતા હતા અને એ જ રીતે ભગવાન મહાવીર પણ લોકભાષાના બહુ જ મોટા સંગ્રાહક હતા અને ભાષાની દૃષ્ટિએ પરમ કૃપાળુ પરમાત્માએ લોકજીવનને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. છતાં મગધપ્રાંત એ એમનું મુખ્ય કેન્દ્ર હતું. અર્ધમાગધીનો અર્થ થાય છે અર્ધામાં માગધી અને અર્ધામાં બાકીની ભાષાઓ અર્થાત્ શાસ્ત્રો એકલી માગધી ભાષામાં લખેલા નથી પરંતુ બાકીની ભાષાઓ તેમાં ભેળવવામાં આવી છે. બાકીની ભાષાઓના નામ ઐતિહાસિક દષ્ટિએ જાણીતા છે. પાલી, સૌરશેની કાશ્મીરી, પ્રાકૃત, અપભ્રંશ અને એ સિવાયની ગામઠી ભાષાઓ પણ ભળેલી છે અર્થાત્ મિશ્રણ ભાષાઓથી જૈન સાહિત્ય રંગાયેલું છે. આ દષ્ટિએ સૂયગડાંગ સૂત્ર બીજા શાસ્ત્રોની તુલનામાં થોડું અલગ પડે છે.
गंथं विहाय इह सिक्खमाणो उट्ठाय सुबंभचेरं वसेज्जा । ओवायकारी विणयं सुसिक्खे, जे छेय से विप्पमायं न कुज्जा ॥
આ પદમાં વાયર તથા છે, તે આ બધા શબ્દો સાધારણ બીજા શાસ્ત્રોના પ્રવાહથી જુદી રીતે ઉલિખિત છે. આ તદ્દન નાનું ઉદાહરણ આપ્યું છે. આવા બીજા સેંકડો શબ્દો મળી આવે છે. જેના ઉપર આપણા વિદ્વાન મહાસતીજીઓ પ્રકાશ પાથરી રહ્યા છે. જેથી અહીં ઉલ્લેખ કર્યો નથી. અહીં મારે એટલું જ કહેવું છે કે સૂયગડાંગ શાસ્ત્ર ભાષાની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ તો છે જ પરંતુ જેને સિદ્ધાંતોના કેટલાક વ્યાવહારિક પક્ષો અને તે કાળના વર્તમાન સમયના અન્ય દર્શનોના અવ્યાવહારિક પક્ષોનો પણ
#G 220V,
Janication Intern
For Private & Personal Use Only
www.jainelibreorg