________________
૨૩૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
પરૂથી ભરેલી, સમૂલિયા = ઊંચી, શુંબ ન તે સુવા = કુંભીનું નામ કદાચિત્ તમે સાંભળ્યું હશે. ભાવાર્થ :- લોહી અને પરુ(રસી)ને ટપકાવનારી, નવપ્રજવલિત અગ્નિના અત્યંત દુઃસહ તાપયુક્ત, પુરુષ પ્રમાણથી પણ અધિક ઊંડી, મોટી, ભારે તેમજ રક્ત તથા પરુથી ભરેલી કુંભીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે.
पक्खिप्प तासुं पययंति बाले, अट्टस्सरं ते कलुणं रसंते ।
तण्हाइया ते तउ तंबतत्तं, पज्जिज्जमाणाऽट्टतरं रसंति ॥ શબ્દાર્થ :- તાણું = લોહી અને પરુથી ભરેલી તે કુંભમાં, મન્ન = આર્તનાદ કરતા, તેનુ રતે = કરુણ રુદન કરતાં નારીજીવોને, પ ણ = નાખીને, પતિ = નરકપાલ પકાવે છે, તારૂ = તરસથી વ્યાકુળ, તે = 0 નારકી જીવો નરકપાલો દ્વારા, તકતવતd = ગરમ સીસુ અને તાંબુ, પબ્લિઝમાળા = પિવડાવતાં, અરે રતિ = આર્તસ્વરથી રૂદન કરે છે.
ભાવાર્થ :- આર્તનાદ કરતા તથા કરુણ રુદન કરતા તે અજ્ઞાની નારકીઓને નરકપાલ તે લોહી–પરુથી પરિપૂર્ણ કુંભીઓમાં નાખીને પકાવે છે. તરસથી વ્યાકુળ તે નારકી જીવોને નરકપાલો ગરમ સીસુ અને તાબું પીવડાવે છે, તેથી તેઓ આર્તસ્વરે ચીસો પાડે છે.
વિવેચન :
આ ગાથાઓમાં નારકી જીવોના પૂર્વકૃત પાપ કર્માનુસાર પ્રાપ્ત ભિન્ન ભિન્ન દુઃખો અને પીડાઓનું કરુણ વર્ણન છે. નારકોના તે દુઃખોને બે ભાગોમાં વિભક્ત કરી શકાય છે, (૧) ક્ષેત્રજન્ય દુઃખ (૨) પરમાધામી કૃત દુ:ખ. (૧) ક્ષેત્રજન્ય દુઃખ :અપૂર્ષિ પામ...સંવંતનું દુખેતરં મહંત સ્થળ શિયા:- નરકમાં સૂર્યનો પ્રકાશ બિલકુલ હોતો નથી. તેથી જ નરકોને અસૂર્ય કહેવાય છે. સૂર્ય પ્રકાશ ન હોવાના કારણે નરક ઘોર અંધકારપૂર્ણ હોય છે. નરકભૂમિ એટલી વિસ્તૃત છે કે તેના કિનારા દેખાતા નથી. નરકભૂમિ વિશાળ અને મોટી હોવાના કારણે તેને પાર કરવી કઠિન છે. એવી વિશાળ, લાંબી, પહોળી અને ઊંડી નરકમાં પાપી જીવો ઉત્પન્ન થાય છે અને સ્વકૃત પાપકર્મોનું દુઃખદ ફળ ભોગવે છે. ત્યાં ઊંચી-નીચી તેમજ તિરછી બધી દિશાઓમાં વ્યવસ્થિત રૂપે લગાવેલી આગ સતત જલતી જ રહે છે. તે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ઉપર જાય છે. નારકી જીવો આ ભયંકર દશ્ય જોઈ એક ક્ષણ પણ સુખપૂર્વક રહી શકતા નથી. કફ તે સુ-તોહિપૂયપુણT:- સામાન્ય માણસને જો થોડીવાર પણ લોહી અને પરુથી ભરેલી ભૂમિમાં રાખવામાં આવે તો તે તેની દુર્ગધ સહી ન શકે પરંતુ નરકની ભૂમિ મૂત્ર, લોહી, પરુ તથા વિષ્ટાવાળી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org