________________
અધ્યયન-૫/ઉદ્દેશક-૧
[ ૨૨૯ ]
નરકયાત્રી કોણ અને શા માટે?:- () વાળા - જેઓ હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિરૂપ વિવેકથી રહિત, રાગ દ્વેષની ઉત્કટતાના કારણે આત્મહિતથી અજાણ એવા તિર્યંચ અને મનુષ્ય અથવા જે સિદ્ધાંતથી અજાણ હોવાના કારણે મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવોનો વધ તેમજ માંસ ભક્ષણ આદિ સાવધ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે તેઓ બાલ છે અને આવા બાલ જીવો હિંસાદિના કારણે નરકમાં જાય
(૨) હા :- જે પ્રાણી કર્મથી, વચનથી, વિચારોથી તેમજ આકૃતિથી પણ રૌદ્ર(ભયંકર) છે, જેઓને જોતા જ ભય ઉત્પન્ન થાય તેવા રૌદ્ર પરિણામી છે. તેઓ નરકમાં જાય છે. (૩) આલુ પડુહિસડું :- જે સુખ અને એશારામમાં જ જીવન પસાર કરવા માટે ઘોર પાપકર્મ કરે, હિંસા, ચોરી, ધાડ, લુંટફાટ, વિશ્વાસધાત આદિ ભયંકર પાપકર્મ કરે છે. એ સિવાય જે જીવો મહા મોહનીય કર્મના ઉદયથી ઈન્દ્રિયસુખોમાં લોલુપ બની ત્રસ અને સ્થાવર જીવોની નિર્દયતા પૂર્વક હત્યા કરે છે તે નરકમાં જાય છે. (૪) તરણ સત્તર :- વિવિધ ઉપાયોથી જીવોનું ઉપમર્દન(વધ, બંધ, શોષણ, અત્યાચાર આદિ) કરે છે. તથા અદત્તાહારી છે, એટલે કે ચોરી, ડકૈતી, લૂંટફાટ, અન્યાય, ઠગાઈ આદિ ઉપાયોથી દીધા વિનાના અન્યના દ્રવ્યનું હરણ કરે છે તે જીવ નરકગામી બને છે. () સેપિયન્સ જિ ના સિવ :- નરકગામી જીવોના પોતાના શ્રેય માટે જે સેવન કરવા યોગ્ય અથવા સાધુજનો દ્વારા સેવ્ય સંયમ છે, તેનું સેવન કરતો નથી પાપકર્મના ઉદયના કારણે જે કાગડાના માંસ જેવી તુચ્છ, ત્યાજ્ય વૃણિત તેમજ નહિ સેવવા યોગ્ય વસ્તુથી પણ વિરત થતો નથી. આ રીતે જેને પ્રાણી હિંસા આદિ પાપ કરવામાં લજ્જા, સંકોચ, હિચકિચાટ થતો નથી. જે નિરપરાધ અને નિર્દોષ પ્રાણીઓની કારણ વિના હિંસા કરે છે. સ્વાર્થ અથવા કોઈ મતલબથી ધર્મશાસ્ત્રનાં વાક્યોનો મનમાન્યો અર્થ કરીને અથવા કોઈ કુશાસ્ત્રનો આશ્રય લઈને હિંસા, અસત્ય, મદ્યપાન, માંસાહાર, શિકાર, મૈથુનસેવન આદિની પ્રવૃત્તિમાં રક્ત રહે છે તે જીવો નરકને પ્રાપ્ત થાય છે.
સંક્ષેપમાં મહાહિંસા નરકનું કારણ બને છે. કેટલાક મિથ્યાત્વી વેદવિહિત હિંસાને ધર્મ માને છે પરંતુ તે યોગ્ય નથી. ધર્મ નિમિત્તે થતી હિંસા, હિંસા જ છે અને તે દુર્ગતિનો બંધ કરાવે જ છે.
નરકની ભયંકર વેદનાઓ :- हण छिंदह भिंदह णं दहेह, सद्दे सुणेत्ता परहम्मियाणं ।
ते णारगा ऊ भयभिण्णसण्णा, कंखंति कं णाम दिसं वयामो ॥ શબ્દાર્થ -રઈ = મારો, છિદ = છેદન કરો, બિલઈ = ભેદન કરો, રહેદ = બાળો, પરમિયાળ = આ રીતે પરમાધાર્મિકોના, અમાસા = ભયથી સંજ્ઞાહીન, તે પાર II = તે નારકી જીવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org