________________
[ ૧૮૨ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
સુખથી સુખ પ્રાપ્ત થાય છે તે અસત્પક્ષને જો તમે નહીં છોડો તો, લોઢાને ગ્રહણ કરી રાખનાર વણિકની જેમ પશ્ચાત્તાપ કરવાનો સમય આવશે.
पाणाइवाए वटुंता, मुसावाए असंजया । | vણાવા વદંતા, મેહુ ય પરિવારે | ભાવાર્થ :- પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન(અબ્રહ્મચર્ય)સેવન અને પરિગ્રહમાં પ્રવૃત થાઓ છો, તેથી તમે સંયમી નથી.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં કાર્ય સાથે વિજ્ઞ સુખથી સુખ મળે છે, તે બૌદ્ધોની ભ્રાંત માન્યતાનું કથન કરીને તેનું નિરસન કર્યું છે.
પોતાની માન્યતાને સિદ્ધ કરવા બૌદ્ધો કહે છે કે ન્યાય શાસ્ત્રના સિદ્ધાંતાનુસાર કારણને અનુરૂપ કાર્ય થાય છે, આંબો વાવે તેને આંબાના ફળ મળે છે. તેથી આ લોકના વિષયભોગ જન્ય સુખનો ભોગ જ પરલોકના સુખનું કારણ બની શકે છે. કેશલોચ, પાદવિહાર, કઠિન તપ વગેરે કષ્ટ સહનની આવશ્યક્તા નથી. આ પ્રકારની યુક્તિઓ સાંભળીને કોઈ સુખશીલ સાધક તેમાં ભરમાઈ જાય છે, મિથ્યા માન્યતા રૂપ તે ઉપસર્ગમાં પરાજિત થઈ જાય છે.
પરંતુ આ પર્વ અવમvળતા...ગાથામાં શાસ્ત્રકારે તેનું ખંડન કર્યું છે.
સહુ પ્રથમ કારણને અનુરૂપ કાર્ય હોય તો વિષય ભોગજન્ય સુખ પરાધીન છે, તે કારણથી મોક્ષજન્ય સ્વાધીન સુખની પ્રાપ્તિ કદાપિ સંભવિત નથી.
પાંચે ઈન્દ્રિયના વિષયો હંમેશા સુખ જ આપે તેવુ એકાંતે નથી, વ્યક્તિની માનસિક પરિસ્થિતિ અનુસાર તેમાંથી ક્ષણિક સુખની અનુભૂતિ થાય છે. ક્ષણિક સુખની પાછળ બહુકાલીન દુઃખ જ છે અને તેનો ભોગવટો અનંત કાલીન સ્વાધીન સુખનો બાધક બને છે.
આ રીતે મિથ્યા માન્યતારૂપ ઉપસર્ગથી પરાજિત થયેલા અલ્પ સત્ત્વ સાધકની સ્થિતિનું દર્શન શાસ્ત્રકારે દષ્ટાંત દ્વારા કરાવીને સાધકને સત્ પ્રેરણા આપી છે. (૧) માં પયંગૂર૬:- તુચ્છ વિષય સુખને માગી જે અનંત સુખના માર્ગ રૂપ જિનેશ્વરના માર્ગને છોડે છે તે કાંકરાને માટે હીરો ગુમાવવા સમાન છે અથવા સોનુ વગેરે મહામૂલ્યવાન ધાતુઓને છોડીને હઠાગ્રહવશ લોઢું પકડી રાખનાર લોહવણિક સમાન છે. તે બંને પાછળથી પશ્ચાત્તાપ અને ઝૂરણા કરે છે. હે સાધક ! તારી સ્થિતિ તે પ્રમાણે ન થાય તે માટે તું સાવધાન રહે.
(૨) પાવા...પરિવારે :- શાસ્ત્રકાર આ કમાન્યતાના દુરાગ્રહી વ્યક્તિને તેના દુષ્પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org