________________
અધ્યયન–૩/ઉદ્દેશક-૪ .
[ ૧૮૧ ]
પ્રાપ્તિના કારણોને જાણ્યા વિના તેઓ વિપરીત પ્રરૂપણા કરે છે. તત્થમાં વિલીયતિ..સંભ :- આવા ભ્રમણાપ્રેરક વાક્યો સાંભળીને અદૂરદર્શી, મંદપરાક્રમી સંયમી સાધકો સંયમભારને વહન કરવામાં પીડાનો અનુભવ કરે છે. શાસ્ત્રકારે આ વાત સમજાવવા બે દષ્ટાંત આપ્યા છે–
(૧) ભારથી પીડિત ગધેડો જેમ ચાલવામાં દુઃખ અનુભવે છે તેમ અલ્પસત્વશીલ સાધકને સંયમ ભાર રૂપ લાગે છે. સંયમ માર્ગે તે ચાલી શકતા નથી. (૨) લાકડીના સહારે ચાલનાર માણસ જ્યારે આગ લાગે ત્યારે દોડતા–ભાગતા અન્ય લોકો કરતાં પાછળ રહી જાય છે તેમ સંવેગથી મોક્ષ તરફ જતાં સાધક કરતાં આ અલ્પસત્વશીલ સાધકો મોક્ષમાર્ગમાં પાછળ રહી જાય છે અર્થાત્ સંયમમાં અપ્રસન્ન ભાવે પ્રવૃત્તિ કરે છે અથવા સંયમમાં શિથિલ બની જવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે.
સુખથી જ સુખપ્રાપ્તિ એવી મિથ્યામાન્યતા :
इहमेगे उ भासंति, सायं सायेण विज्जइ ।
जे तत्थ आरियं मग्गं, परमं च समाहियं ॥ શબ્દાર્થ :-= પ્રાપ્ત થાય છે, ત = પરંતુ આ મોક્ષના વિષયમાં, આલિંગ સમસ્ત હેય ધર્મોથી દૂર રહેનાર તીર્થંકર પ્રતિપાદિત જે મોક્ષમાર્ગ છે, પરનું સાહિત્યં = જે પરમ શાંતિ દેનાર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ માર્ગને, ને = જે લોકો છોડે છે, તેઓ મૂર્ખ છે. ભાવાર્થ :- મોક્ષપ્રાપ્તિના વિષયમાં કેટલાક મિથ્યાદષ્ટિ લોકો કહે છે કે સુખ સુખથી જ પ્રાપ્ત થાય છે પરંતુ અનંતસુખ રૂપ મોક્ષના વિષયમાં જે આર્યમાર્ગ–સમસ્ત હેય ધર્મોથી દૂર રાખનારો છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રાત્મક માર્ગ શ્રેષ્ઠ અને સમાધિ આપનાર છે.
માં ચં વમળતા, અખે સુપર વશું
एयस्स अमोक्खाए, अयोहारिव्व जूरह ॥ શબ્દાર્થ :- આ જિનમાર્ગનો, અવનવંતા = તિરસ્કાર કરનારા તમે લોકો, અi = અલ્પ અર્થાત્ તુચ્છ વિષય સુખના લોભથી, વ૬ = અતિમૂલ્યવાન્ મોક્ષસુખને, ન સુપ = બગાડો નહિ, પથર્સ = સુખથી જ સુખ મળે છે આ અસત્ પક્ષને, મનોહાન છોડવાથી, યોહાન્ન = સોનું છોડીને લોખંડ લેનારા વણિકલોહ વાણિયા)ની જેમ, નૂર = પશ્ચાત્તાપ કરશો.(પસ્તાવું પડશે.) ભાવાર્થ :- સુખથી જ સુખ પ્રાપ્ત થાય છે તેવી અસત્માન્યતાને સ્વીકારી જિનશાસનનો તિરસ્કાર કરનાર હે પ્રાવચનિકો! તમે તુચ્છ એવા વિષય સુખના લોભમાં અતિ મૂલ્યવાન મોક્ષ સુખને ગુમાવો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org