________________
૧૬૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- સંવલપ્પા = ગૃહસ્થની જેમ વ્યવહાર કરો છો, મામોકુ મુછિયા = પરસ્પર એકબીજામાં આસક્ત રહો છો, પિતાળસઃ રોગી સાધુને માટે, પિંડવાર્થ = ભોજન, સાજેદ = લાવો છો, તાદ = આપો છો. ભાવાર્થ :- સંબદ્ધ ગૃહસ્થની સમાન વ્યવહાર (અનુષ્ઠાન)વાળા તમે લોકો પરસ્પર (એક બીજામાં) મૂછિત છો, કારણ કે આપ રોગી સાધુને માટે ભોજન લાવો છો અને આપો છો. - एवं तुब्भे सरागत्था, अण्णमण्णमणुव्वसा ।
__णट्ठसप्पहसब्भावा, संसारस्स अपारगा ॥ શબ્દાર્થ :- ૩ળમણનબુવ્વલ = પરસ્પર એકબીજાના વશમાં રહો છો, પ૬ખદબાવા = સત્પથ અને સભાવથી હીન છો.
ભાવાર્થ :- આ રીતે પરસ્પર ઉપકારના કારણે તમે સરાગી છો અને એકબીજાના વશવર્તી છો, સન્માર્ગ અને સદ્ભાવથી ભ્રષ્ટ છો. સંસારના પારગામી થઈ શકતા નથી.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં અન્ય દર્શનીઓ દ્વારા સાધુઓ પર કરવામાં આવતાં મિથ્યા આક્ષેપોનું વર્ણન છે. બે ગાથામાં આક્ષેપ વચનો નમૂના રૂપે બતાવ્યા છે અને ત્રીજી ગાથામાં આવા મિથ્યા વચન કહેનાર સમાધિથી દૂર છે તેમ બતાવ્યું છે. તનેને પરિભાતિ...અંતણે તે નદિપ :- જો કે આ મિથ્યા આક્ષેપોની સમ્યદષ્ટિ તેમજ મોક્ષવિશારદ, તત્ત્વચિંતક સાધુઓના મન પર કોઈ અસર થતી નથી, પરંતુ જે સાધક હજુ સુધી સિદ્ધાંતનિષ્ઠ, તત્ત્વજ્ઞ તેમજ સાધ્વાચારમાં દઢ નથી, તેનું ચિત્ત તે આક્ષેપોને સાંભળીને સંશયગ્રસ્ત અથવા કષાયગ્રસ્ત થઈ શકે છે, તેથી આ આક્ષેપ વચનોને ઉપસર્ગ માનવામાં આવ્યાં છે. શાસ્ત્રકાર આવા આત્મસંવેદનરૂપ ઉપસર્ગની સંભાવના હોવાથી સાધુને પોતાનું મન સમાધિસ્થ રાખવા માટે સંકેત કર્યો છે.
વૃત્તિકાર અને ચુર્ણિકાર "vજશબ્દની વ્યાખ્યા કરતાં કહે છે, આ આક્ષેપ કરનારાઓ ગોશાલક મતાનુસારી આજીવક અથવા દિગંબર પરંપરાના સાધુઓ છે, વૃત્તિકાર આગળ કહે છે કે, ઉત્તમ સાધુ તટસ્થ રીતે ચિંતન કરે કે આ જે સાધ્વાચારની નિંદા અથવા આલોચના કરે છે અથવા આક્ષેપાત્મક વચન બોલે છે, તેમનો ધર્મ પુ–સુદઢ નથી તથા તેઓ સમાધિથી દૂર છે. તેઓ પરસ્પર ઉપકારરહિત દષ્ટિ વાળા છે, લોઢાની સળીઓની જેમ એકબીજા સાથે મળતા નથી. એક—બીજાથી ઘણા દૂર રહે છે.
તાત્પર્ય એ છે કે ઉત્તમ સાધ્વાચાર પરાયણ તેમજ વીતરાગના પથિક સાધુ તે નિંદકો અથવા આલોચકો પ્રત્યે અનુકંપાનો ભાવ રાખે. તેની સામે ગુસ્સો ન કરે. તેઓના આક્ષેપાત્મક વચનોની ઉપેક્ષા કરે. સંયમ માર્ગમાં અવ્યાબાધપણે પ્રગતિ કરતા રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org