________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૩
_.
- ૧૬૭ |
ઈન્દ્રિય વિષયોરૂપી શત્રુઓ પર વિજય મેળવવા, પરીષહો અને ઉપસર્ગોનો સામનો કરવા તેમજ જન્મ મરણરૂપ ચક્રનું ભેદન કરવાને માટે સંયમી જીવનમાં ઉદ્યત (તત્પર)થાય છે, ત્યારે તેઓ વિચારતા નથી કે મારા ઘરવાળાઓનું શું થશે ? આ વિવિધ ભાગોપભોગના સાધનો નહીં મળે તો શું થશે? અથવા "હું સંયમ–પાલન કરી શકીશ નહીં કે સંયમભ્રષ્ટ થઈશ તો ભવિષ્યમાં મારું શું થશે? તેના મનમાં આવા ખોટા વિકલ્પો ઊઠતા જ નથી. તે દઢતાપૂર્વક એ જ ચિંતન કરે છે કે જો એકવાર મેં ગૃહસ્થપણાના બંધનોને ફેંકી જ દીધાં છે, આરંભ-સમારંભોને તિલાંજલિ આપી દીધી છે અને સંયમ-પાલન માટે કટિબદ્ધ થયો છું તો ભવિષ્યની નિરર્થક ચિંતા શા માટે કરવી? મારું પ્રત્યેક પગલું વીરની જેમ પ્રગતિ તરફ જ હશે, અધોગતિ તરફ નહીં. વધારેમાં વધારે થાય તો કોઈ પ્રતિકૂળ પરીષહ અથવા ઉપસર્ગને સહેવામાં પ્રાણોની આહુતિ આપવી પડશે પરંતુ સાધક માટે તો "સમાધિમરણ" સર્વશ્રેષ્ઠ અવસર છે, કર્મોને અથવા જન્મમરણનાં બંધનોને તોડવાનો સુઅવસર છે તેમ સમજીશ.
અત્તત્તા પરિવ્ય - એવા સંયમવીર સાધકોનો આ મૂળમંત્ર છે. તેનો અર્થ છે કે.."આત્મત્વને માટે પરાક્રમ કરે". આત્મત્વ એટલે આત્મભાવ, આત્માના સ્વભાવ. આત્માનો પૂર્ણપણે શુદ્ધ સ્વભાવ ત્યારે જ પ્રગટ થાય છે
જ્યારે તે સંપૂર્ણપણે કર્મ મુક્ત બને. આત્મતત્ત્વની અથવા મોક્ષની પ્રાપ્તિ માટે સુવિહિત સાધુએ અપ્રમત્ત થઈને પુરુષાર્થ કરવો જોઈએ. ચૂર્ણિકારે આતસ્થાપાઠ માનીને આ જ અર્થ કર્યો છે કે.. આતો નો સંગનો વા અધ્યાર્થી-સાતત્થા-મોક્ષ અથવા સંયમને આત્મા કહે છે, તે જ આત્માનો આત્મત્વ સ્વભાવ છે. જેને પ્રાપ્ત કરવા માટે તે સર્વતોમુખી પ્રયત્ન કરે. કષાયાદિ ભાવો આત્મ સ્વભાવને વિકૃત કરે છે, સ્વસ્વરૂપમાં સ્થિર રહેવા દેતા નથી. તેથી કષાયો પર વિજય મેળવી સાધક આત્મસ્થ બને. પાઠાંતર:- તે પિતા પેહંતિ, લિં પરં મરણં મળે ?- પાછું વાળીને જોતા નથી, મૃત્યુથી વધી બીજું શું થશે તેમ વિચારે છે. પરવાદી કૃત આક્ષેપના રૂપે ઉપસર્ગ -
तमेगे परिभासंति, भिक्खुयं साहुजीविणं । जे एवं परिभासंति, अंतए ते समाहिए ॥
શબ્દાર્થ :- સનવિ = ઉત્તમ આચારથી જીવન નિર્વાહ કરનારા, પરિભાતિ = નિમ્નોક્ત આક્ષેપ વચન કહે છે, ને પડ્યું પરિભાતિપરંતુ જે આ પ્રમાણે આક્ષેપયુક્ત વચન કહે છે, સંત = દૂર છે.
ભાવાર્થ :- સાધ્વાચાર પૂર્વક જીવનારા તે સાધુના વિષયમાં કેટલાક અન્યદર્શનીઓ આક્ષેપાત્મક વચનો કહે છે, પરંતુ જે આ રીતના આક્ષેપાત્મક વચન કહે છે, તેઓ સમાધિથી બહુ દૂર છે.
संबद्धसमकप्पा हु, अण्णमण्णेसु मुच्छिया । पिंडवायं गिलाणस्स, जं सारेह दलाह य ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org